અત્યારે દરેક વ્યક્તિ ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપડા ને એક જ સવાલ પૂછે છે કે એમના લગ્ન ક્યારે છે? પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ શ્રી રાઘવ ચઢ્ઢાએ આ મહિનાની 13મી તારીખે ધૂમધામથી સગાઈ કરી હતી. બંનેની સગાઈમાં પરિવાર, સંબંધીઓ ઉપરાંત ઘણા મિત્રો, બોલિવૂડ સેલેબ્સ અને રાજકારણીઓ પણ સામેલ થયા હતા.
સગાઈ પછી બધા પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની રાહ જોઈ રહ્યા છે. વર્તમાનમાં જ પરિણીતી અને રાઘવ રાજસ્થાન પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને તેમના લગ્નની તૈયારીઓની બાબતમાં ત્યાં ગયા છે. ત્યાંથી તે બંનેની તસવીરો પણ આવી હતી. હવે પરિણીતીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેને લગ્નને લઈને સવાલ પૂછવામાં આવી રહ્યાં છે અને તે હસી રહી છે.
થોડા મહિના પહેલાની જ વાત છે કે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા મુંબઈની એક રેસ્ટોરન્ટમાંથી એકસાથે બહાર નીકળતા જોવામાં આવ્યા હતા. ત્યારથી બંનેના ડેટિંગની ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે, બંનેએ તેમના પ્રેમનો ક્યાકેય સ્વીકૃત કર્યો ન હતો અને સીધી સગાઈ કરી લીધી.
સગાઈ પછી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા રોકા રસમની ઘણી તસવીરો શેર કરી રહ્યાં છે. રોકાથી પરિણીતી અને રાઘવની ઘણી સરસ તસવીરો સામે આવી છે. હાલમાં જ એક તસવીર સામે આવી છે, જેમાં પરિણીતી તેના પિતાના આંસુઓને લૂછતી જોવા મળી રહી છે. રોકા દિલ્હીના કપૂરથલા હાઉસમાં થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.