ભાજપની મહિલા સાંસદ આવ્યા કુસ્તીબાજોનાં સમર્થનમાં….

ભારત દેશને જેના પર ગર્વ છે તેવા દેશના કુસ્તીબાજો છેલ્લા ઘણા સમયથી પોતાના હક્ક માટે દિલ્હીના જંતર મંતર પર પોતાના અધિકારો માટે લડાઈ લડી રહ્યાં છે. કોંગ્રેસ, આપ,TMC, રાજ ઠાકરે, ખાપ પંચાયત, ખેડૂત સંગઠનો આ કુસ્તીબાજોના સમર્થનમાં આવી રહ્યાં છે. જો કે હવે ભાજપની મહિલા સાંસદ પર હવે આ કુસ્તીબાજોના સમર્થનમાં આવી છે. મહારાષ્ટ્રના બીજેપી સાંસદઅને ગોપીનાથ મુંડેની દીકરી પ્રિતમ મુંડે આ કુસ્તીબાજોનું સમર્થન કર્યું છે. તેણીએ કહ્યું હતું કે, જો બ્રિજભૂષણ શરણ સિંહ પર આવા આરોપો હતા તો સમયસર તેની તપાસ થવી જોઈતી હતી, સત્ય બહાર આવવું જોઈતું હતું. સરકારમાંથી કોઈએ મહિલા ખેલાડીઓનો સંપર્ક કરવા જાવું જોઈએ.

 

આ ઉપરાંત પ્રીતમ મુંડેએ જણાવ્યું હતું કે, માત્ર એક સાંસદ તરીકે નહીં પરંતુ એક મહિલા તરીકે પણ મને તે મહિલા ખેલાડીઓમાં રસ છે. બ્રિજ ભૂષણ વિરુદ્ધના આરોપોની સમયસર તાપસ થવી જોઈતી હતી. સત્ય બહાર આવવું જોઈતું હતું. તે જ સમયે, તેમણે કહ્યું કે સરકાર તરફથી કોઈએ મહિલા ખેલાડીઓનો સંપર્ક કર્યો નથી, જે થવો જોઈતો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.