રાજકોટથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા જેમાં રાજકોટમાં હત્યા અને બાદમાં આત્મહત્યાની ઘટનાને લઈ પંથકમાં હાહાકાર મચી ગઈ છે. વિગતો મુજબ રાજકોટમાં એક માતાએ પહેલા પોતાના બાળકોની હત્યા કર્યા બાદ પોતે પાણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. વિગતો મુજબ ઘરકંકાસને કારણે પરિણીતાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના એસ.ટી વર્કશોપ પાછળ આંબેડકર નગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ આંબેડકર નગરમાં રહેતી મનીષાબેન પરમાર દ્વારા પોતાના બે બાળકોની હત્યા કરવામાં આવી હતી. આ તરફ બંને બાળકોની હત્યા પછી ખુદ મનીષાબેને પણ પંખા સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવી દીધું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.