-
સંતરા વિટામીન સી સાથે અનેક ગુણથી હોય છે ભરપૂર.ખાસ કરીને ત્વચા માટે સંતરા ખૂબ જ લાભકારી હોય છે. સંતરા સ્કિનને પોષણ આપે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચાની રંગત ખીલી જાય છે. ખાસ કરીને જો તમને કોરિયન ગ્લાસ સ્કીન મેળવવા ઈચ્છા હોય તો સંતરાનો આ ફેસપેક તમારા માટે બેસ્ટ સાબિત થશે. સંતરાને આ રીતે ચહેરા પર લગાડવાથી ખીલ, ડાર્ક સ્પોર્ટ સહિતની સમસ્યા દૂર થાય છે. સાથે જ ત્વચા પર દેખાતી ફાઈનલાઇન્સ પણ ઓછી થઈ જશે.
સંતરાનો ફેસ માટેનો પેક બનાવવા માટે એક સંતરા ની છાલ, તાજું એલોવેરા જેલ અને ગ્લિસરીન ની જરૂર પડે છે. ફેસપેક બનાવવા માટે સૌથી પ્રથમ એક વાસણમાં એક સંતરાની છાલ અને થોડું પાણી લો. તેને પાંચ મિનિટ માટે ઉકાળો અને પછી ઠંડુ કરો. ત્યાર પછી તેમાં એલોવેરા જેલ ઉમેરો અને અડધી ચમચી ગ્લિસરીન ઉમેરો. ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.
તૈયાર થયેલ ફેસપેક લગાડતા પહેલા ચહેરાને બરાબર રીતે પાણી ની મદદ થી સાફ કરો. ત્યાર પછી ફેસપેકને બ્રશની મદદથી ચહેરા અને ગરદન પર લગાડો. 20 મિનિટ સુધી તેને સુકાવા દો. ત્યાર પછી નોર્મલ પાણીથી ચહેરો સાફ કરી લેવો. સારું પરિણામ મેળવવા માટે અઠવાડિયામાં બે વખત આ ફેસપેક નો ઉપયોગ કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.