આપણે કેરીને ફળોનો રાજા તરીકે ઓળખીએ છે. અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને બજારમાં વિવિધ પ્રકારની કેરીઓ વેચાવા માટે આવી છે.મોટાભાગના લોકો કેરી ખાવાનું પસંદ કરતા હોય છે. તો કેટલાક લોકો તો દિવસમાં 5-6 કેરી કાપીને ખાઈ પણ જતા હોય છે. અને આ ઉપરાંત કેરીનો રસ પીતા હોય છે. સામાન્ય રીતે કેરી ખાવી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવી છે. પરંતુ તેનું વધારે પડતું સેવન કરવાથી ફાયદા ઓછા અને નુકશાન વધારે જોવા મળે છે. જો તમે કેરીના ફાયદા જાણતા હોવ તો તેની સાથે તમારે તેના નુકસાન વિશે પણ જાણવુ જરૂરી છે.
એક અહેવાલ પ્રમાણે કેરીનુ વધારે પડતુ સેવન કરવાથી બ્લડ સુગરનું લેવલ ઝડપથી વધી શકે છે. કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પણ વધુ હોય છે. કેટલીકવાર ફળોમાં રહેલી કુદરતી શુગર પણ શુદ્ધ ખાંડની જેવી અસર કરે છે. આ સાથે જ્યારે કેરીની છાલ કાઢી લેવામાં આવે છે ત્યારે પાચનને ધીમું કરવા માટે ફાઇબરનું પ્રમાણ રહેતું નથી. તેથી આવા સંજગોમાં જો તમને ડાયાબિટીસ અથવા પ્રી-ડાયાબિટીસ હોય તો કેરી સાથે બીજો અન્ય ખોરાક પણ લેવો જોઈએ.
કેયારેક વધારે પડતી કેરી ખાવાથી પેટને લગતી સમસ્યા વધી જાય છે. વાસ્તવમાં જોઈએ તો કેરીની પ્રકૃતિ ગરમ હોય છે, તેથી એક સાથે 4-5 કેરી ખાવાથી ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. જેમા ઝાડા થઈ શકે છે. અને ખાસ વાત તો એ છે કે, જો તમને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ હોય તો ભૂલથી પણ કેરી ખાવી નો જોઈએ.
કેરીનું વધારે પડતુ સેવન કરવાથી તમારું વજન પણ વધી શકે છે. કેરીમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે, એટલે વધારે પ્રમાણમાં કેરી ખાવાથી તમારું વજન વધી શકે છે. એટલે જો તમારું વજન પહેલેથી વધારે હોય તો કેરીનું સેવન ન કરવું અથવા તેને ઓછું કરવું વધારે યોગ્ય છે.
કેરીની પ્રકૃતિ ગરમ હોય છે અને તેથી કેરીને વધુ પ્રમાણમાં ખાવાથી ચહેરા પર ખીલ થઈ શકે છે. જે લોકોને ત્વચાને લગતી કોઈપણ જાતની સમસ્યા જેવી કે ફોલ્લીઓ અને પિમ્પલ્સ તે લોકોએ ઉનાળામાં કેરીનું સેવન કરવાથી દુર રહેવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.