ક્રિકેટમાં ભગવાન ગણાતા ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે પોતા ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. સચિને વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં એટલા રન બનાવ્યા હતા કે તેની નજીક આવવું પણ અશક્ય લાગે છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂમાં સૌથી વધુ રન બનાવવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ જોખમમાં હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે પણ સચિનના રેકોર્ડ તોડવાની વાત આવે છે ત્યારે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું નામ સૌથી પહેલા આવે છે, પરંતુ તમને જણાવી દઈએ કે ટેસ્ટમાં સચિનના રેકોર્ડ પર ખતરો એક વિદેશી બેટ્સમેન છે.
સચિનના ટેસ્ટ ક્રિકેટમાં 15921 રન છે. આ સાથે જ તેણે ODI ક્રિકેટમાં 18426 રન બનાવ્યા છે. વન-ડેમાં, વિશ્વનો કોઈ બેટ્સમેન સચિનના આ રેકોર્ડની નજીક પણ નથી આવી શક્યો અને આવનારા સમયમાં પણ આ શક્ય નથી. પરંતુ એક બેટ્સમેન ટેસ્ટમાં પોતાના રેકોર્ડ તરફ ઝડપથી આગળ જઈ રહ્યો છે. આ ખેલાડી બીજું કોઈ નહીં ઈંગ્લેન્ડના જો રૂટ છે. છેલ્લા ઘણાં સમયથી રૂટને ટેસ્ટ ક્રિકેટમાં રન મશીન માનવામાં આવે છે. તાજેતરમાં જ ઈંગ્લેન્ડની ટીમે એકમાત્ર ટેસ્ટ મેચમાં આયર્લેન્ડની ટીમને 10 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં રૂટે બેટિંગ કરતા 56 રન બનાવ્યા . આ ઇનિંગ સાથે રૂટે ટેસ્ટ ક્રિકેટમાં 11,000 રન પૂરા કર્યા. આ ખેલાડી ટેસ્ટમાં સૌથી ઝડપી 11,000 રન કરનાર બીજો સૌથી યુવા ખેલાડી બન્યો છે.
રૂટે આ કામ માત્ર 32 વર્ષ અને 153 દિવસની ઉંમરમાં કર્યું હતું. બીજી તરફ જ્યારે સચિને ટેસ્ટમાં 11,000 રન પૂરા કર્યા ત્યારે તેની ઉંમર 34 વર્ષ 95 દિવસ હતી. મતલબ કે રૂટ સચિન કરતા ઘણો ઝડપી છે. આ યાદીમાં સૌથી ઝડપી ઈંગ્લેન્ડનો એલિસ્ટર કૂક હતો. કુકે 31 વર્ષ અને 357 દિવસની ઉંમરમાં 11 હજાર રન બનાવ્યા હતા. જોકે આ ખેલાડીએ હવે નિવૃત્તિ લીધી છે. પરંતુ રૂટ પાસે સચિનનો રેકોર્ડ તોડવા માટે સારી તક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.