જ્યોતિષશાસ્ત્રમાં કપૂરને ખૂબ જ શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. તેને બાળવાથી પિતૃદોષ અને વાસ્તુ દોષ પણ દૂર થાય છે. હિન્દુ ધર્મમાં કપૂરનું ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પૂજા પછી કપૂરથી આરતી કરવામાં આવે તો ભગવાન પણ પ્રસન્ન થાય છે. આ સાથે તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. સાથે જ વાસ્તુશાસ્ત્રમાં કપૂરના ઘણા ફાયદાઓ પણ જણાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે કપૂરના કયા ઉપાય કરવાથી સમસ્યામાં છુટકારો મળે છે.
માન્યતા મુજબ ઘરમાં નિયમિત રીતે કપૂર સળગાવવાથી નકારાત્મક ઉર્જા આવતી નથી. તેને બાળવાથી સકારાત્મક ઉર્જા આવવાથી ઘરનું વાતાવરણ સારું બને છે, જેની દિવસભરના કામ પર સારી અસર પડે છે. સાથે જ ઘરમાં સુખ અને શાંતિ પણ બની રહે છે.
જો સૂતી વખતે ડરામણા સપના આવે છે, તો રાત્રે બેડરૂમમાં કપુર સળગાવી દો. તેનાથી રૂમની નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. બીજી તરફ જો જન્મકુંડળીમાં પિતૃ દોષ, રાહુ અથવા કેતુ દોષ હોય તો સવાર, સાંજ અને રાત્રે કપૂર સળગાવવું ફાયદાકારક ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી કુંડળીમાં રહેલા ગ્રહના દોષ દૂર થાય છે. તો બીજી તરફ સફેદ કપડામાં કપૂર બાંધીને ખિસ્સામાં રાખવાથી પણ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે તેવું માનવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.