દેશમાં 2024માં યોજાનાર લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર PM મોદીના વિજયને રોકવા માટે વિપક્ષોને એક કરવાની કોશિષ કરી રહ્યા છે. આ તરફ ભાજપ પણ NDAનો પરિવાર વધારવાનો પ્રયાસ કરી રહી છે. વાત જાણે એમ છે કે, TDPના વડા એન ચંદ્રબાબુ નાયડુ શનિવારે રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. મહત્વની બાબત એ છે કે, આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હાજર રહ્યા હતા. આ બેઠક અમિત શાહ ના નિવાસસ્થાને યોજાયેલી હતી.
મહત્વનું છે કે, બીજેપી નેતૃત્વએ તેલંગણાને તેના “મિશન સાઉથ”નું કેન્દ્ર બનાવ્યું છે. આ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પ્રવેશ કરી રહ્યું છે. માહિતીનું કહેવું છે કે , આંધ્રપ્રદેશના ભાગલા બાદ વિશેષ દરજ્જાની માંગને લઈ 2018માં BJPથી અલગ થયેલા ચંદ્રબાબુ નાયડુ ભાજપ સાથે ચૂંટણી સંધિ કરવા ઉતાવળા છે, પરંતુ ભાજપના રાજ્ય એકમના કેટલાક નેતાઓએ તેનો વિરોધ કર્યો છે. વર્ષોથી બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી. આ નેતાઓએ 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાયડુની ટીકા અને ત્યારપછી કોંગ્રેસ પ્રત્યેની ટેનમની હૂંફને ટાંકી હતી.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર પછી BJP નેતૃત્વનું ધ્યાન દક્ષિણ ભારતના અન્ય રાજ્યો જેવા કે આંધ્રપ્રદેશ અને તેલંગાણા પર કેન્દ્રિત છે. અહીં કોઈપણ ભોગે, તે કોંગ્રેસ માટે કોઈ નફાનું માર્જિન છોડવા માંગતી નથી. અગાઉ જ્યારે અમિત શાહને TDP સાથે ગઠબંધન કરવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેમણે તેનો ઇનકાર કર્યો હતો. પરંતુ ગયા વર્ષથી ચંદ્રબાબુ નાયડુ બીજેપી નેતાઓને મળવા માટે ઘણી વખત દિલ્હી ગયા છે. તેઓ PM મોદીને પણ મળ્યા હતા. પરંતુ મુખ્ય બાબતે એ છે કે, TDPએ ગયા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન પણ આપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.