ગુજરાત IT વિભાગે એક ફરિયાદને કારણે VI કંપનીની ઝાટકણી કરી છે. ગુજરાતનાં આવકવેરા વિભાગે વોડાફોન આઈડિયા કંપનીને ફરિયાદીને 20 લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે.
આ બાબતે વિગતવાર ચર્ચા કરીએ તો રાજકોટના જયદીપ દેપાણી નામના વ્યક્તિએ IT વિભાગમાં એક ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, કંપનીએ તપાસ કર્યા વગર તેમના નંબરનું ડુપ્લીકેટ સીમકાર્ડ અન્ય વ્યક્તિને આપ્યું હતું. એક જેવો જ નંબર બીજા વ્યક્તિને આપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના ના બેંક એકાઉન્ટમાંથી 20 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.
જયદીપભાઈની ફરિયાદનાં કારણે IT વિભાગે તપાસ શરૂ કરી હતી. આવકવેરા વિભાગે વોડાફોન આઈડિયા કંપનીને રૂપિયા 20 લાખનો દંડ ફટકાર્યો છે. આવકવેરા વિભાગે કંપનીને આ રૂપિયા ફરિયાદીને આપવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત તપાસ દરમિયાન ફરિયાદીનું ડુપ્લીકેટ સીમકાર્ડ સુરતમાંથી જ મળી આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.