રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય શોષણ કેસમાં દિલ્હી પોલીસે કાર્યવાહીમાં ઝડપી કરી છે. દિલ્હી પોલીસની ટીમ ગઈકાલે રાત્રે લખનઉ અને ગોંડામાં બ્રિજભૂષણ સિંહના ઘરે પહોંચી હતી. SITએ બ્રિજભૂષણના ઘરે હાજર 12 લોકોના નિવેદન લીધા છે.
દિલ્હી પોલીસે પુરાવા તરીકે બ્રિજ ભૂષણના ઘરમાં અને તેની સાથે કામ કરતા લોકોના નામ અને સરનામા અને ઓળખ કાર્ડ કલેક્ટ કર્યા છે. જો કે આ તપાસ બાદ પોલીસ ટીમ દિલ્હી પાછી ફરી હતી.
આ કેસ બ્રિજભૂષણ શરણ સિંહ માટે બે રાહત લઈને આવ્યો છે. એક તરફ સાક્ષી મલિક , વિનેશ ફોગાટે અને બજરંગ પુનીયા તેમની નોકરી ફરી શરૂ કરી દીધી છે, તો બીજી તરફ સગીર રેસલરએ આરોપો પણ પાછા ખેંચી લીધા છે. શનિવારે રાત્રે જ ત્રણ આંદોલનકારી કુસ્તીબાજો ગૃહમંત્રી અમિત શાહને મળવા તેમના ઘરે પણ પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે, સરકાર દ્વારા તપાસનું આશ્વાસન આપવામાં આવ્યું છે, ત્યારબાદ જ કુસ્તીબાજોએ હડતાળ ખતમ કરીને નોકરી પર પાછા ફરવાનો નિર્ણય નક્કી કર્યો છે. જો કે એ વાતને કુસ્તીબાજો તદ્દન નકારી દીધી છે અને કહ્યું છે કે આંદોલન ન્યાય નહિ મળે ત્યાં સુધી શરુ જ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.