યુક્રેનના ખેરસન વિસ્તારમાં રશિયાના નિયંત્રણમાં આવતો નોવા કાખોવકા ડેમ તબાહ થઈ ગયો છે. યુક્રેનની સશસ્ત્ર દળોના દક્ષિણી કમાન્ડે મંગળવારે આ વિશેની જાણકારી આપી છે. કમાન્ડે ફેસબુક પર લખ્યું છે કે વિનાશ વધતો જાય છે. રશિયા અને યુક્રેન એકબીજા પર તેને તબાહ કરવાના આરોપો કરી રહ્યા છે.
મંગળવારે સવારે દક્ષિણ યુક્રેનમાં આવેલ નોવા કાખોવકા ડેમમાં બ્લાસ્ટ થયો હતો અને ફેલાવા લાગ્યું હતું. યુક્રેનની સેનાએ પણ આ વાતની જાણકારી આપી છે. ઑક્ટોબર 2022માં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ પણ શંકા કરી હતી કે રશિયા ડેમમાં બ્લાસ્ટ કરવાનું કારનામું ઘડી રહ્યું છે. આ ડેમ ખેરસન ક્ષેત્રના ભાગમાં આવે છે જે રશિયા દ્વારા દેખરેખમાં છે. જોકે, રશિયા દ્વારા રખાયેલ પ્રદેશના મેયરે તેને ‘આતંકી કાર્ય’ ગણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.