મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબના વખાણ કરતું વોટ્સએપ સ્ટેટસ વાયરલ થયા પછી હિન્દુ સંગઠનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આજે સવારે 10 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે હિન્દુ સંગઠનોના કાર્યકરો ભેગા થયા હતા. તેમની માંગણી છે કે આવું કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે.
હિન્દુ સંગઠનોએ આજે કોલ્હાપુર બંધનું એલાન આપ્યું છે. હિંદુ કાર્યકરો એકઠા થઈને નારાઓ બોલી રહ્યા હતા. આમાંના કેટલાક કાર્યકર્તાએ પથ્થરમારો પણ કર્યો હતો અને દુકાનોમાં તોડફોડ મચાવી હતી, ત્યારબાદ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બદમાશો પર લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડીને જોનારા લોકોને દૂર કર્યા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શાંતિ જાળવવા માટે પોલીસની ટીમો વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. ડીજીપી પોતે આ સંપૂર્ણ મામલામાં પોતાની નજર રાખી રહ્યા છે.
ત્રણ યુવકે ઔરંગઝેબના વખાણ કરતા અને બે ધર્મ વચ્ચે વિવાદ ઊભો કરતા વોટ્સએપ સ્ટેટસ મૂક્યા હતા, જે વાયરલ થયું હતું. તેના વિરોધમાં હિન્દુ સંગઠનોએ કોલ્હાપુર બંધનું એલાન કર્યું હતું. આ કોલ પર હજારો હિંદુ કાર્યકરો છત્રપતિ શિવાજી મહારાજ ચોકમાં એકઠા થયા હતા. દરમિયાન, કેટલાક કાર્યકરોએ પથ્થરમારો અને દુકાનોમાં તોડફોડનો આશરો પણ લીધો, ત્યારબાદ પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.
આ વોટ્સએપ સ્ટેટસ પોસ્ટ કરનારા ત્રણ સગીર વયનાં યુવકો સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી, પરંતુ હિન્દુ સંગઠનો માંગણી કરી રહ્યા છે કે તેમની સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે. આ કાર્યવાહીની માંગને લઈને સંપૂર્ણ કોલ્હાપુરમાં હોબાળો મચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.