હળદરમાં ઘણા પ્રકારના એન્ટી ઓક્સિડેન્ટ્સ રહેલા છે, તેથી તે આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે. હળદરનું સેવન કરવાથી મગજનો સારો વિકાસ થાય છે અને નર્વ ગ્રોથ માટે પણ લાભકારક છે.
પાલક અને કોલાર્ડ જેવા બીજા લીલા શાકભાજી આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે. લીલા શાકભાજીમાં વિટામીન કે, સી અને ઈ રહેલા છે, જે બ્રેઈન સેલ્સનું નિર્માણ કરવામાં મદદરૂપ છે. લીલા શાકભાજીમાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટ્સ ન્યૂરોડિજનરેશન માટે લાભકારક છે.
મગજ તંદુરસ્ત રહે તે માટે ઈંડાનું સેવન કરી શકાય છે. ઈંડા કોલિનનો એક સારો સ્ત્રોત છે, જે બ્રેઈન ડેવલપમેન્ટ માટે ખૂબ જ મહત્વનો છે. કોલિન યાદશક્તિ વધારવામાં મદદરૂપ પુરવાર થાય છે અને મગજ સ્વસ્થ રહે છે.
બદામ , અખરોટ અને અન્ય સૂકા મેવા બ્રેઈન માટે ખૂબ જ ફાયદાકરક છે. ડ્રાય ફ્રુટમાં ભરપૂર માત્રામાં વીટામીન ઈ અને સાથે એન્ટી ઓક્સિડેન્ટ્સ રહેલા હોય છે. તે તણાવ ઓછો કરવાની સાથે સાથે ઈન્ફ્લામેશન ઓછો કરવામાં પણ મદદરૂપ છે.
સ્ટ્રોબેરી,બ્લૂબેરી,રાસબરી અને બ્લેકબેરી બ્રેઈન માટે સારો ખોરાક છે. આ ફૂડનું સેવન કરવાથી ઈન્ફ્લામેશન ઓછું થાય છે અને બ્રેઈન ડેમેજ પણ થતું નથી. તમે બેરીજ એકલી પણ ખાઈ શકો છો અને તેનો નાસ્તો પણ બનાવી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.