ગોડાદરા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગથી પોલ ખુલી છે. રાત્રે સાડા બાર વાગ્યે નાના ભાઈ ઉપર આઠ-દસ લોકોના ટોળાએ તલવાર અને ચપ્પુ દ્વારા હુમલો કર્યો હતો. નાનો ભાઈ બચીને માંડ ઘરે પહોંચ્યો. અને બે કલાક પછી માતા-પિતા તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે મોટો ભાઈ તેના ભાઈને મરનારને કેમ માર્યો તે પુછવા ગયો અને ત્રણ વાગ્યાના સમયમાં તેની ઉપર પણ હુમલો કરીને તેને મારી નાખ્યો. રાત્રે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ચાલેલા આ હોબાળાની પોલીસને ભનક પડી નહોતી. પછી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ લીધી છે.
ગોડાદરાની ધીરજનગર સોસાયટીમાં રહેતી 42 વર્ષીય આશાબેન રવિન્દ્રભાઈ કુંવરે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં તેના પુત્રની હત્યા કરનારાઓ સામે FIR નોંધાવી છે. આશાબેનને સંતાનમાં બે પુત્રો છે. મોટો પુત્ર કમલેશ અને નાનો પુત્ર નિલેશ છે.
ગઈકાલે રાત્રે બે પુત્રો કામ ઉપરથી ઘરે આવ્યા પછી નાનો દિકરો નિલેશ રાત્રે સાડા નવ વાગ્યે મિત્રો સાથે બેસવા કલાકુંજ સોસાયટીમાં ગયો હતો. ઘરના બધા સભ્યો સુઈ ગયા હતા. ત્યારે રાત્રે સાડા બાર વાગ્યે નિલેશ લોહીલુહાણ થઈને ઘરે આવ્યો હતો. તેના ગળા, કાન, પીઠ અને જાંઘના ભાગે ચપ્પુના ઘા મરેલા હતા.
નિલેશ તેના મિત્ર યશ અને દીનુ સાથે બેસેલો હતો. ત્યારે દીનુ સાથે મજાક મસ્તીમાં ઝઘડો થઈ ગયો. અને દીનુ સાથેના અંકુશ ભોઈ, પિંકેશ પટેલ, શૈલેષ ઉર્ફે લાલુ નાયકાએ મળીને માર્યો હતો. ત્યારે લાલુ, અંકુશ, દીનુ અને પિંકેશે ચપ્પુ અને તલવાર દ્રારા હુમલો કર્યો હતો. નિલેશે હોસ્પિટલ જવાની ના પાડી બે કલાક પછી તબિયત વધારે બગડી જતાં તેને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. હજી તો નાના દિકરાને હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં મોટા દીકરા કમલેશને પણ 108 માં લોહીલુહાણ હાલતમાં સ્મીમેરમાં પહોંચાડ્યો હતો. જ્યાં કમલેશને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.