ગુજરાત રાજ્યના મોડાસાના સબલપુરમાં ખૂની ખેલ ખેલાયો હતો. આરોપીએ યુવતીના ઘરે જઈ હથિયાર દ્વારા યુવતી પર હુમલો કર્યો હતો. જેમાં યુવતીથી લઈને પરિવારના 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે . મળતી જાણકારી અનુસાર નોવેલ્ટીના વેપારીએ યુવતીની છેડતી કરતા ફરિયાદ નોધાવતા અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો.
આ ધમાલમાં આરોપી પણ ઘણી ગંભીર રીતે ઘવાયો હતો. હાલ આરોપી સહીત 6 લોકો અત્યારે હોસ્પિટલમાં સારવાર નીચે છે . સમગ્ર ધમાલની મોડાસા ટાઉન પોલીસે વધુ તપાસ પોતાના હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.