સંકટ ચોથના શુભ મુહૂર્ત પર આ રીતે કરો પૂજા, તમારી દરેક મનોકામના થશે પૂર્ણ

કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલાં ભગવાન ગણેશની આરાધના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે સંકટ ચોથના દિવસે ગણેશજીની સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે તો બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આજે સંકટ ચોથ હોવાથી અમે તમને જણાવી રહ્યા છે કઈ રીતે ગણેશજીની પૂજા કરી શુભ ફળ પ્રાપ્ત કરી શકાય છે. આ દિવસે તમે

વિધિપૂર્વક ગણેશજીની આરાધના કરી મનગમતું ફળ પ્રાપ્ત કરી શકો છો.
સંકટ ચોથ દરેક મહિનાની કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચોથે ઊજવવામાં આવે છે. પૂનમ પછી આવતી ચોથને સંકટ ચોથ કહે છે અને અમાસ પછી આવતી ચોથને વિનાયક ચોથ કહે છે.

સંકટ ચોથના દિવસે ગણેશજીની પૂજા આરાધના કરીને વિશેષ વરદાન પ્રાપ્ત કરી શકાય છે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે. આ વખતની સંકટ ચોથ આજે એટલે કે 15 નવેમ્બર, શુક્રવારે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.