ગુજરાતના માથે વાવાઝોડાનો ખતરો યથાવત…….

બંદરો ઉપર ગુજરાતના ચેતવણીસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે તેમજ નેશનલ અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટની ૧૧ ટીમોને એલર્ટ પર પણ રાખવામાં આવી છે. રાજ્યમાં વાવાઝોડાના પગલે તંત્રએ સાવધાની માટે લોકોને રાખવા દરિયાકાંઠે અવરજવર તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

અરબ સાગરમાં ઉત્પન્ન થયેલ ચક્રવાત બિપરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ થયું છે. રાજ્યના તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી ચેતવણીસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. જિલ્લા અને તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વાવાઝોડુ થવાની શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સીમા ઉપર તંત્ર દ્વારા લોકોને મુખ્ય સૂચનાઓ આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા દરિયાની અંદર જે પ્રકારે કરંટ દેખાઈ રહ્યો છે તેના કારણે ડુમસ અને સુવાલી બીચ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને સરકાના દરિયામાં ખતરનાક કરંટ જોવા મળી રહ્યો છે. જ્યારે વલસાડના નિયલ બીચને બંધ કરીને ત્રણ કિલોમીટર સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.