જમ્મુ અને કાશ્મીરમાં અગાઉ અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાઓની કામગીરી કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. અહેવાલ પરથી મળતી માહિતી મુજબ આ વર્ષે પણ યાત્રામાં આતંકી હુમલાની શક્યતા રહેલી છે.
અમરનાથનું ગુફા મંદિર દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3,880 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ગયા વર્ષે 3.45 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. આ વર્ષે પણ આ આંકડો 5 લાખ સુધી જઈ શકે તેવી શક્યતા રહેલ છે.
અહેવાલો અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે અમરનાથ યાત્રાની તૈયારીઓની કામગીરી કરશે. તેમણે કહ્યું કે, અમિત શાહ મુલાકાત માટે યોગ્ય તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે ચાલી રહેલી યોજનાઓનો પણ ધ્યાને લેશે. તીર્થયાત્રા સાથે જોડાયેલા બીજા લોકો પણ આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા રહેલ છે.
મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં રહેલ આતંકવાદી સંગઠનો તીર્થયાત્રામાં હુમલો કરવાનો પ્રયાસ કરી શકે છે. તેમની યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે પૂરતા પ્રમાણમાં સુરક્ષા દળોને પણ તૈનાત કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.