અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલ વાવાઝોડું બિપરજોય મીડિયાના અહેવાલ પ્રમાણે પોરબંદરના દરિયાકાંઠાથી માત્ર 640 કિમી જ દૂર છે અને હાલ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ જ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના જિલ્લાઓના ક્લેક્ટરઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન-ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની બેઠક કરી હતી. આ વિસ્તારોમાં બીપરજોય વાવાઝોડાની થનાર અસરો સામે ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચથી બધા જ જિલ્લાઓએ કરેલા આયોજનની વિગતો મુખ્યમંત્રીએ આ બેઠકમાં પ્રાપ્ત કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના 13 જિલ્લાઓના કલેક્ટરઓને સતર્કતા અને કાળજી રાખવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાતના અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલબિપરજોય નામના ચક્રવાતને લઈને હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે કે વાવાઝોડું ઉત્તર- પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આવતા બે દિવસ સુધી આ દિશામાં જ આગળ વધતું રહેશે તેવી શક્યતા પણ રહેલ છે. 12 જૂન સુધી ગોવા, કર્ણાટક, કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન તોફાની થવાની શક્યતાઓ રહેલી છે, સાથે જ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આવતા 24 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આગામી 11 અને 12 જૂન એમ બે દિવસ રોરોફેરીની સેવા પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.