મહારાષ્ટ્ર રાજ્યના રાજકારણમાં હંમેશા બદલાવ જોવા મળે છે ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના અને બીજેપી વચ્ચે ખટરાગ થવાના સંકેત જોવા મળી રહ્યા છે. સીએમ એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેએ તો પોતાના પદ પરથી રાજીનામું આપવાની ચીમકી આપી હતી.
શ્રીકાંત શિંદેએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે ડોમ્બિવલીના કેટલાક નેતાઓ તેમના સ્વાર્થ માટે બીજેપી-શિંદે માટે અવરોધો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે કહ્યું કે મને કોઈ પોસ્ટની ઈચ્છા નથી. ભાજપ-શિવસેનાનું વરિષ્ઠ નેતૃત્વ જે પણ ઉમેદવાર નક્કી કરશે તેને હું સાથ આપીશ. તેમણે વધુમાં કહ્યું કે અમારો હેતુ બીજેપી-શિવસેના ફરીથી ગઠબંધન કરવાનો જ છે અને કેન્દ્રમાં ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનો પણ છે. આ દિશામાં અમે જે કામ કરી રહ્યા છીએ અને જો કોઈ તેમનો વિરોધ કરે તો હું મારા પદ પરથી રાજીનામું આપવા પણ તૈયાર છું.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નંદુ જોશીની વિરુદ્ધ એક મહિલાની છેડતી બદલ FIR નોંધવામાં આવી છે. આ અંગે નંદુ જોશી અને ઘણા કાર્યકરોએ આરોપ લગાવ્યો કે ડોમ્બિવલી માનપાડા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવા પાછળ શિવસેનાનો જ હાથ છે. બીજી બાજુ બુધવારે ડોમ્બિવલીમાં રાજ્યકક્ષાના મંત્રી રવિન્દ્ર ચૌહાણની આગેવાનીમાં ભાજપના પદાધિકારીઓની બેઠક યોજાણી હતી. આ દરમિયાન શિવસેનાને અલગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય બીજું કારણ એ પણ સામે આવી રહ્યું છે કે ભાજપે ગુરુવારે લોકસભા ચૂંટણીમાં 48 સીટો માટે પ્રભારીઓના નામની જાહેરાત પણ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.