સુરતમાં મિત્રએ પોતાના મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. શુક્રવારે મોડી રાત્રે પાંડેસરા વિસ્તારમાં ઓરિસ્સાના રહેવાસી યુવકની હત્યા થઈ છે. યુવકની હત્યા તેના રૂમ મિત્રએ જ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.
આજે સવારે પાંડેસરાના સિદ્ધાર્થ નગરમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. વહેલી સવારે લોકો ઉઠ્યા ત્યારે રસ્તા પર લાશ પડેલી જોઈને લોકો ચોંકી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. તરત જ પોલીસ ઘટના સ્થળે ગઈ હતી અને મૃતકની ઓળખ કરવાના પ્રયાસ શરૂ કર્યા હતાં.
તપાસમાં એવી માહિતી બહાર આવી હતી કે મરનાર 36 વર્ષીય પુનો પોલાઈ હતો. જે લુમ્સના કારખાનામાં કારીગર તરીકે કાર્ય કરતો હતો. ગઈ મોડી રાત્રે પુના પોલાઈની તેની સાથે રહેતા રૂમ પાર્ટનરએ પત્થરના ઘા મારી મારીને હત્યા કરી છે.
પુનો પોલાઈ મૂળ ઓરિસ્સાનો રહેવાસી હતો. તે ઘણા સમયથી સુરતમાં ભાડાની રૂમમાં રહેતો હતો અને લુમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ ધંધો કરતો હતો.
પુનાને પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ પોતાના વતન ઓરિસ્સામાં રહે છે. પુના પોલાઈ સાથે ભાડાની રૂમમાં તેનો એક મિત્ર પણ રહેતો હતો. આ રૂમ પાર્ટનરે જ કોઈક ઝઘડાને પગલે પુનાની હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે પુના પોલાઈની હત્યાના સમાચાર તેના વતન પરિવારજનોને આપી હત્યારાની શોધખોળ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.