મોટા વરાછા સુદામા ચોક વિસ્તારની સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીમાં પહેલા માળે શુક્રવારે બે ભૂલકાંઓએ રમતા રમતા બેડરૂમનો દરવાજો અંદરથી લોક કરી દીધો હતો અને ત્યારબાદ બન્ને વિન્ડોમાં પણ ફસાઈ ગયા હતા, ફસાયેલા બન્ને બાળકોને વિન્ડોની સ્વાઈડિંગ લોક તોડી ફાયરની ટીમે બહાર કાઢતા પરિવારના લોકો ને શાંતિ થઈ હતી.
ફાયર સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ મોટા વરાછા સુદામા ચોક નજીક સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીના ફ્લેટ નંબર-101માં અંકિત પટેલ તેમના પરિવાર સાથે રહે છે. શુક્રવારે બપોરે તેમનો સાત વર્ષનો બાળક દિવ્ય અંકિત પટેલ અને 5 વર્ષનો ભાણેજ વંશ રાજુભાઈ લાખાણી બપોરે એક વાગ્યાના સમયમાં બેડરૂમમાં રમી રહ્યાં હતા. દરમ્યાન તેમણે રૂમનો દરવાજો અંદરથી લોક કરી દીધો હતો અને ત્યારબાદ તેઓ વિન્ડો ઉપર ચઢીને રમવા લાગ્યા હતા. રમત રમતમાં આ વિન્ડોની સ્લાઈડિંગ પણ બંધ થઈ જતાં લોક થઈ ગઈ હતી, બંને બાળકો બરાબરના ફસાઈ ગયા હતા પણ નાના હોવાથી એકદમ ગભરાઈ ગયા હતા.
ઘરના વૃદ્ધોએ ફાયર કંટ્રોલને જાણ કરતા મોટા વરાછા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. પહેલા માળ નજીક ફાયર એન્જિન ઉભું કરી ફાયર માં કાર્ય કાર્ય અધિકારીએ નિસરણી વડે સ્લાઈડિંગ વિન્ડોનું લોક તોડી વિન્ડો ખોલી નાંખી હતી અને બાળકોનું સલામત રેસ્ક્યુ કર્યું હતું. બાળકો સહીસલામત રીતે રેસ્ક્યુ થઇ જતા વડીલોના હોશમાં હોશ આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.