ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર ધોનીના ચાહકોને નિરાશ કરી શકે છે. હા, એમએસ ધોનીએ વધુ એક ટી 20 સિરીઝ રમવાનો ઇનકાર કરી દીધો છે. ધોનીએ આ માહિતી ભારતીય ટીમના મુખ્ય પસંદગીકારોને આપી છે.
MS ધોનીએ વધુ એકટી 20 સિરીઝ રમવાનો કર્યો ઇનકાર
BCCI ને કરી જાણ
ધોનીના ચાહકો થશે નિરાશ
સતત ત્રણ શ્રેણીમાં રમવાનો કર્યો ઇનકાર
અનુભવી વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની નવેમ્બરમાં બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝમાં રમશે નહીં. આ પ્રથમ વખત ઘટના છે જ્યારે એમએસ ધોનીએ સતત ત્રણ સિરીઝ રમવાનો ઇનકાર કર્યો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા વર્લ્ડ કપ પછી મહેન્દ્રસિંહ ધોની ભારતીય ટીમની બ્લુ જર્સીમાં જોવા મળ્યો નથી.
વર્લ્ડ કપ સેમિફાઇનલની છેલ્લી મેચ રમ્યો ધોની
આપને જણાવી દઇએ કે, ધોનીએ વર્લ્ડ કપ સેમિફાઇનલની છેલ્લી મેચ બ્લુ જર્સીમાં રમી હતી, જેમાં તેણે અડધી સદી ફટકારી હતી, પરંતુ ટીમ ઈન્ડિયા નજીકના મુકાબલામાં મેચમાં હારી ગઈ હતી. ત્યારબાદ ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ કર્યો પણ ધોની ગયો નહીં. વેસ્ટ ઇન્ડીઝથી પરત ફર્યા બાદ ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે ટી -20 સિરીઝ રમવાની શરૂઆત કરી હતી. જો કે, ધોની આ સિરીઝમાંથી બાકાત રહ્યો હતો.
BCCI ને કરી જાણ
વેસ્ટ ઇન્ડીઝ બાદ, દક્ષિણ આફ્રિકા અને હવે બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી -20 સિરીઝ માટે, ખુદ ધોનીએ પોતે નહીં રમે તેવું BCCI ને જણાવ્યું હતું. 38 વર્ષીય એમએસ ધોનીએ વર્લ્ડ કપ બાદ ભારતીય સેનામાં સેવા આપવા માટે જમ્મુ કાશ્મીર ગયો હતો. અહીંથી તે ઓગસ્ટની મધ્યમાં પાછો ફર્યો, પરંતુ ક્રિકેટ રમવામાં જોડાયો નહોતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.