મહારાષ્ટ્રમાં સરકાર બનાવાનો રસ્તો સાફ થઇ ગયો છે. સૂત્રોના મતે લાંબી કવાયદ બાદ શિવસેના, કોંગ્રેસ, અને એનસીપીની વચ્ચે સરકાર બનાવાને લઇ સમજૂતી થઇ ગઇ છે. આ સમજૂત અંતર્ગત શિવસેનાને સંપૂર્ણ કાર્યકાળ માટે મુખ્યમંત્રી પદ મળશે. કોંગ્રેસ અને એનસીપીના ખાતામાં એક-એક ડેપ્યુટી સીએમ પદ આવશે.
સૂત્રોના મતે સરકાર બનાવાને લઇ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ, અને એનસીપીની વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે. ત્રણેય પક્ષોની વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ (સીએમપી)ને લઇ સહમતિ બની ગઇ છે. આ સમજૂતી અંતર્ગત શિવસેનાને પૂરા કાર્યકાળ માટે મુખ્યમંત્રી પદ મળશે, જ્યારે નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને 14 અને કોંગ્રેસને 12 મંત્રીપદ મળશે. ખુદ શિવસેનાના ખાતામાં પણ મુખ્યમંત્રી પદ સિવાય 14 મંત્રી પદ પણ આવશે.
સાવરકરને ભારત રત્ન આપવાની માંગ
સૂત્રોના મતે આ સપ્તાહે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી નેતા શરદ પવારની વચ્ચે મુલાકાત થઇ શકે છે. જો કે ત્રણેય પક્ષોની વચ્ચે સમજૂતીમાં હિન્દુત્વનો મુદ્દો સામેલ કરાશે નહીં. સીએમપી પર ખેડૂતો અને યુવાનો સાથે જોડાયેલા મામલા પર ફોકસ કરવાની વાત પર પણ સહમતિ બની છે. કેટલીક બાબતો એવી છે જેના પર પરસ્પર રજામંદી બની શકી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.