સુરતનાં નાના વરાછા ખાતે હંસ વિહાર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય ઉમેશભાઈ મધુભાઈ ક્યાડાને મહિધરપુરા હીરા બજારમાં હીરાની ઓફિર છે. તેઓ હીરા બજારમાં તૈયાર હીરાનો લે-વેચનો વેપાર કરે છે. તેમને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આકાશ પ્રફુલભાઈ શાહ ની સામે છેતરપિંડીની નો ગુનો દાખલ કર્યો છે. આકાશ હીરા દલાલ તરીકે વચ્ચે રહીને સમયસર પૈસા ચુકવણુ કરવાનો વિશ્વાસ અપાવી ઉમેશભાઈની ઓફિસમાંથી માર્ચ 2023 થી એપ્રિલ 2023 માં 39.55 કેરેટના તૈયાર હીરા જેની કિમત 71.83 લાખના લઈ ગયો હતો.
આ પહેલા તે નાની કિમતના હીરા લઈ ગયો હતો અને તેનું સમયસર ચુકવણું કરી ગયો હતો. પછી માર્ચ 2023 માં એક પાર્ટીને બતાવવા માટે આ હીરા લઈ ગયો હતો. પરંતુ સમયની મર્યાદા પુરી થઈ તો પણ તેને પેમેન્ટ નહી આપતા ઉમેશભાઈએ માર્કેટમાં તપાસ કરાવતા તેને અનેક વેપારીઓ પાસેથી હીરા લઈને તેનું પેમેન્ટ નહી ચુકવ્યાનું ધ્યાને આવ્યું હતું. તેણે માર્કેટમાં અલગ અલગ વેપારીઓ પાસેથી કુલ 7.31 કરોડની કિમતના 850.05 કેરેટ હીરાનું ચૂકવણું નહી કરી છેતરપિંડી કરી હોવાનો ગુનો મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યો છે.
ડી.વી.ડાયમંડના નામે હીરાનો વેપાર કરતા વેપારી ભાવેશ કનાડીયાને 24.73 લાખના, દેવી ડિયામના વેપારી નિલેશ પાનશેરીયાને 37.08 લાખ, શીવાસ્થ ડાયમંડના વેપારી હરેશભાઈ વિરાણીને 6.03 લાખના હીરા, ભોજલ જેમ્સના માલિક તેજસભાઈ સાવલીયા પાસેથી 2.96 કરોડ, ડેમોટ ડાયમંડના દેવાંગભાઈ બરવાળીયા પાસેથી 1.82 કરોડના હીરા, અક્ષય ડાયમંડના વેપારી જીગર મોદી પાસેથી 15.37 લાખના હીરા, વર્ષ ઇમ્પેક્ષના પ્રકાશભાઈ રાદડીયા પાસેથી 28.72 લાખના, રામદુત એક્સપર્ટના દિનેશ ચલોડીયા પાસેથી 36.18 લાખના હીરા, પંચમુખી જ્વેલ્સના હરેશભાઈ બુડાસણા પાસેથી 31.77 લાખના હીરા મળીને કુલ 7.31 કરોડની કિમતના 850.05 કેરેટ હીરા લઈને યુવક ફરાર થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.