જેમ બિપરજોય વાવાઝોડું આગળ આવી રહ્યું છે તેમ ગુજરાત ઉપર સંકટ વધી રહ્યું છે. ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે કાર્યરત બન્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. દરિયાકાંઠા ઉપર પોલીસ પેટ્રોલિંગથી લઇને તમામ અન્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.
ચક્રવાતી વાવાઝોડાના કારણે હાલ સ્થળાંતર પર જોર મુકવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 14 કે 15 જૂનના રોજ વાવાઝોડું ફોલ થશે. ત્યારે અત્યાર સુધીમાં 20 થી 21 હજાર લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે.
એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત રાખવા ઉપરાંત સેના અને નૌસેના સાથે કોસ્ટગાર્ડ દળોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે પ્રભાવિત વિસ્તારોમાં લોકોની મદદ માટે આવાસથી લઇને તેમના ફૂડ અને દવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.આજે 5 વાગ્યા સુધીમાં સ્થળાંતરણની કામગીરી પૂરી થઈ જશે આ વાત રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.