તાજેતરમાં સમગ્ર વિશ્વમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને વાયુ પ્રદૂષણમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં જે રીતે વાતાવરણ વાતાવરણમાં ખુબ પ્રદુષણ છવાઇ ગયુ છે. એવુ લાગે છે જાણે પ્રદૂષણની ચાદર છવાઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે.
તેમજ ગુજરાતના અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે. જેમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 155થી વધુ થયો છે. જેમાં નવરંગપુરામાં 171, પીરાણામાં 243, રાયખડમાં 103 થયું છે. તેમજ મણિનગર, મકરબા, વટવા GIDCમાં પ્રદૂષણ વધ્યું છે. જેમાં ઔદ્યોગિક એકમ અને વાહનોના કારણે પ્રદૂષણ વધ્યું છે.
જેથી હવામાં સતત પ્રદુષણ વધવાથી એરપ્યુરીફાયર અને ફેસ માસ્ક જેવા સુરક્ષાત્માક ઉત્પાદનોનું વેચાણ સતત વધી રહ્યુ છે. આ ઉત્પાદનોમાં નિર્મતાઓએ ગયા વર્ષની સરખામણીએ માંગમાં 30-100 ગણા ઉછાળાનું અનુમાન લગાવામાં આવ્યુ છે. હિન્દવેયરને એર પ્યુરીફાયરના વેચાણ આ વર્ષે બે ગણો થવાના એંધાણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.