અરબી સમુદ્રમાં સર્જાયેલ તોફાન બિપરજોય ઝડપથી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આ સમયમાં વાવાઝોડાની અસર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળમાં દેખાવા લાગી છે. દરિયામાંથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ તરફ ખતરાને જોતા ત્રણેય રાજ્ય સરકારના એલર્ટ મોડ પર છે. જોકે હવે વાવાઝોડાની અસર ગીરના જંગલ પર પણ જોવા મળી રહી છે. બીચ નજીક 100 સિંહોનું કાયમી રહેઠાણ છે. આ સિંહોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
જૂનાગઢ CCFએ જણાવ્યું કે, બિપરજોય વાવાઝોડાની વિનાશક અસરને ધ્યાનમાં રાખીને ગીર જંગલ સફારી અને દેવલિયા પાર્ક 12 થી 16 જૂન સુધી બંધ રાખવામાં આવ્યા છે. ગીર સફારીમાં 16 જૂનથી 4 મહિનાનું ચોમાસુ વેકેશન પણ શરૂ થઈ જશે. હવે ગીર સફારી ડાયરેક્ટ 16 ઓક્ટોબરે જ ખુલશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.