દેશના ટાટા ગૃપે તેના ટોચના અધિકારીઓને શાનદાર સરપ્રાઈઝ આપી છે. ટાટા ગૃપે આ વર્ષે આ અધિકારીઓને 62 ટકા સુધીનો પગાર વધારો આપ્યો છે. ટ્રેન્ટ, ઇન્ડિયન હોટેલ્સ અને ટાટા કન્ઝ્યુમર જેવા ઉચ્ચ વૃદ્ધિવાળા વ્યવસાયોના ટોચના અધિકારીઓના પગારમાં મોટો વધારો થયો છે. 2022-23માં ટાટા ગ્રુપની વેચાણ આવક $97 બિલિયન હતી, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. આ સમયગાળા દરમિયાન મોટાભાગની ગ્રૂપ કંપનીઓની વૃદ્ધિ 20 ટકાથી વધુ હતી. ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના બોર્ડે આ ધમાકેદાર પ્રદર્શન માટે આ કંપનીઓના ટોચના અધિકારીઓને પુરસ્કાર આપ્યા છે. કુલ પેકેજમાં પગાર, કમિશન અને અન્ય લાભોનો સમાવેશ થાય છે. ગ્રુપની રિટેલ ચેઈન ટ્રેન્ટના સીઈઓ પી વેંકટેસ્લુને સૌથી વધુ વધારો આપવામાં આવ્યો છે. તેમને રૂ. 5.12 કરોડના પગાર કુલ 62 ટકાનો વધારો આપ્યો છે.
ગયા વર્ષે ટ્રેન્ટનો ચોખ્ખો નફો 10 ગણો વધીને રૂ. 394 કરોડ થયો હતો અને આવક 80 ટકા વધીને રૂ. 8,242 કરોડ થઈ હતી. ઈન્ડિયન હોટેલ્સના સીઈઓ પુનીત ચટવાલને રૂ. 18.23 કરોડના પગાર સાથે 37 ટકાનો વધારો મળ્યો છે. ટાટા કન્ઝ્યુમરના સીઈઓ સુનિલ ડિસોઝાને 24% વધારો મળ્યો છે અને તેમનો પગાર હવે રૂ. 9.5 કરોડ થય ગયો છે. વોલ્ટાસના પ્રદીપ બક્ષીને 22 ટકા અને ટાટા કેમિકલ્સના આર મુકુન્દન અને ટાટા પાવરના પ્રવીર સિન્હાને 16 ટકાનો વધારો આપ્યો છે. સૌથી ઓછો વધારો TCSના રાજેશ ગોપીનાથનને આપવામાં આવ્યો હતો. તેમનો પગાર 13 ટકા વધીને 29.1 કરોડ પર પહોંચી ગયો છે. જોકે, ગોપીનાથને હવે TCS છોડી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.