એક બીજું રાજ્યમાં બિપોરજોય વાવાઝાડાનો સંકટ આવી રહ્યો છે તેમાં દ્વારકાના દરિયા કિનારે વાવાઝોડાની અસર દેખાઈ રહી છે અને સાથે વરસાદી માહોલ જામ્યો છે તો બીજી બાજુ દ્વારકાધીશ મંદિરની બાજુની મુખ્ય બજારમાં આગ લાગી છે.
દ્વારકામાં વરસાદી મોસમ સાથે દ્વારકાધીશ મંદિરની બાજુમાં મુખ્ય બજારની બે દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી છે, જાણકારી મુજબ હેન્ડીક્રાફ્ટ અને ફૂટવેરની દુકાનમાં એકાએક આગ લાગી ઉઠતા દોડધામનો માહોલ ઉભો થયો હતો. જે ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દોડતી થઈ હતી અને આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટરની ટીમ પણ કામે લાગી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.