મણિપુરથી ફરી એકવાર સૌથી મોટા ન્યુઝ સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મણિપુરમાં શાંતિના પ્રયાસોને ફરી એકવાર મોટો ફટકો લાગ્યો છે. જાણકારી મુજબ મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ખામેનલોક એરિયાના તાજેતરની હિંસામાં નવ લોકોના મોત થયા છે. આ તરફ આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની જાણકારી પણ સામે આવી છે.
સમાચાર એજન્સી ANI દ્વારા મંગળવારે ના રોજ ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં 9 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન ધમાલ કરનાર તત્વોએ ખામેનલોક ગામના ઘણા ઘરોને પણ ભડકે બાળ્યા હતા. તામેંગલોંગ જિલ્લાના ગોબાજંગમાં પણ ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.