બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. 19,21 અને 23 જૂનનાં રોજ મદદનીશ વન સંરક્ષક વર્ગ-2 ની પરીક્ષા લેવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું. પરંતું બિપોરજોય વાવાઝોડાને લઈને તા. 19 ના રોજ લેવાનારી પરીક્ષા સ્થગિત કરવામાં આવેલ છે. અને તા. 21 અને 23 જૂનનાં રોજ યોજાનાર પેપર 3,4 અને 5 ની પરીક્ષા યથાવત રાખવામાં આવેલ છે. તેમજ મોકૂફ રાખેલ પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.