બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મલાણાના રિસોર્ટમા હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જ્યા કિશોરનુ કમકમાટીભર્યું મોત થયું છે. શિવધારા રિસોર્ટમાં આવેલી રાઇડ્સની મોજ માણતી વેળાએ અકસ્માતે સામેની દીવાલ સાથે કિશોર ભટકાયો હતો. જેને પગલે તેને ગંભીર ઇજા થવા પામી હતી. આ દરમિયાન તેનું મોત નિપજતા હાહાકાર મચી ગયો હતો.
અકસ્માતે મોતની ઘટનાની જાણ થતા તરત જ સ્થાનિક પોલીસનો કાફલો ત ઘટના સ્થળે દોડી ગયો હતો.જ્યા તપાસ હાથ ધરતા સામે આવ્યું કે પાણીનું સ્તર ઓછું હોય અને રાઇડ્સ નાની હોવાથી બનાવ બન્યો હતો. વધુમાં મૃતક કિશોર સિધ્ધપુર તાલુકાના મામવાડા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ગંભીર ઇજાને પગલે કિશોરની લોહીલુહાણ હાલત થતા તેને સ્થાનિક કક્ષાએ સારવાર બાદ વધુ સારવારની જરૂર જણાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા સારવાર દરમિયાન કિશોરે હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ ખેંચતા પરિવારજનોમાં દુઃખનો માહોલ જનમ્યો હતો.
મૃતક કિશોરના પિતાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે જાણવાજોગ અરજી કરી હતી. જેમાં જણાવ્યું કે શિવ ધારા રિસોર્ટમાં આવી જોખમી રાઇડ્સને પગલે દીકરો છીનવાઇ ગયો છે. હવે આવા જોખમી બનાવ ન બને તે રિસોર્ટના સંચાલકો સામે કડક પગલાં લઈ યોગ્ય તપાસ કરી ન્યાયની માંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.