હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં પહેલા વરસાદે જ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. સુરતમાં કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અને શહેરના ઉપવાસમાં ભારે વરસાદ ખાબકવાથી કોઝવે બંધ કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં પહેલા વરસાદે જ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. સુરતમાં કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. શહેરના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકવાથી કોઝવે બંધ કરવામાં આવ્યો છે અને વરસાદના પગલે કોવેઝની જળસપાટી 6 મીટર જોવા મળે છે. સુરતના રાંદેર અને કતારગામ વચ્ચે વાહનવ્યવહાર બંધ કરાતા લાખો લોકોને હાલાકી પડી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આજે ફરી એક વાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, સુરત, વલસાડ, નર્મદા, દાદરા નગર હવેલી અને દમણમાં અતિ ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે.
તો આ તરફ સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે અને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને ડાંગ સહિતના વિસ્તારોમાં પણ ધીમે ધારે પણ વરસાદ વરસવાની શક્યાતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.