તમે ઘી ખાવાના શોખિન હોવ અને બજારમાંથી ઘી ખરીદતા હોવ તો સાવધાન થઈ જજો. કેમકે બજારમાંથી ખરીદેલું ઘી નકલી હોઈ શકે છે. ખાવાના શોખિનોના શહેર સુરતમાંથી મોટા પ્રમાણમાં નકલી ઘીનો જથ્થો મળી આવ્યો છે.
આ નકલી ઘી સુરતના સાયણ રોડ પર આવેલી સોસાયટીના મકાનમાં બનાવવામાં આવતું હતું અને જેની ભનક લાગતા જ ઓલપાડ પોલીસે રેડ કરીને નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે જ નકલી ઘી બનાવીને વેચનારા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા. આ નકલી ધી બનાવવા માટે આરોપીઓ વેજિટેબલ ઘી, સોયાબીનનું તેલ અને પામતેલનો ઉપયોગ કરતા હતા.
આ સાથે જ નકલી ઘીમાં એસેન્સ પણ મિક્સ કરતા હતા. જેનો જથ્થો પણ સ્થળ પરથી મળી આવ્યો છે. આ સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે, ઘીને અલગ અલગ સાઈઝ અને ડબ્બામાં પેક કરાતું હતું, અસલી દેશી ગાયનું ઘી કહી ઘી વેચાતું હતું, અને ઘી ભરીને પેક કરવામાં આવેલા મોટા ડબ્બા અને નાના ડબ્બાઓ પણ સ્થળ પરથી પોલને હાથ લાગ્યા છે. પોલીસે સમગ્ર મામલે ફૂ઼ડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરીને સ્થળ પરથી 5 લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ ઘી કોને અને ક્યાં વેચતા હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.