તિરૂપતિ બાલાજીમાં દર્શન કર્યા પછી બોલિવૂડનું પ્રખ્યાત કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ગુરુવારે અમૃતસરના ગોલ્ડન મંદિરમાં આશીર્વાદ મેળવવા પંજાબ જવા રવાના થયા.
દીપવીરે 14 નવેમ્બરના રોજ તેમની લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી. બંનેએ વિશેષ પ્રસંગને ધ્યાનમાં રાખીને ભક્તિમય રસ્તા પર જવાનું નક્કી કર્યું. ગઈકાલે તેઓ આંધ્રપ્રદેશના તિરુમાલા મંદિરની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને ત્યારબાદ તે જ વિસ્તારમાં પદ્માવતી મંદિરમાં પણ ગયા હતા.
પરંતુ વીડિયોમાં તમે જોશો એટલે ખ્યાલ આવશે કે પહેલા દીપિકા અને રણવીર ભગવાન પાસે માથું ટેકવે છે. રણવીરનું માથું હજુ નીચે જ છે ત્યાં તો ઉતાવળી દીપિકાએ માથું ઉંચુ લઈ લીધું. પછી જોયું તો રણવીરનું માથું નીચું હતું એટલે દીપિકાએ પણ તરત જ માથું ફરીથી જમીન પર ટેકવી લીધું. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.