સુરતમાં મોટા પાયે બાયોડીઝલનું ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું છે. જોકે સ્થાનીક પોલીસને ખ્યાલ ન આવે તેરી રીતે તેનો ગેરકાયદેસર વેપાર થઈ રહ્યો હતો. ગેરકાયદે રેતી ખનન કરીને ચર્ચામાં આવી કામરેજના જે તે સમયના ધારાસભ્ય સામે પડનાર લલિત ડોંડાને બાયોડીઝલના કેસમાં વોન્ટેડ જાહેર કરાયો છે. આ ડોંડા બંધુઓ કાળી ક્રાઈમની કરમકુંડળી ધરાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ડોંડા બંધુઓ દ્વારા બાયો ડીઝલની ટીપ્સ પોલીસને આપીને આપીને બાતમીદાર બન્યા બાદ તેઓ પણ આ જ ધંધામાં ઉતરી ગયા હોય તેવું સામે આવ્યું છે. ડોંડા બંધુઓ અનાજ માફિયા, ડીઝલ માફિયા, શરાબ માફિયા, જુગાર માફિયા, પોલીસ અને અન્ય સરકારી વિભાગો ને પણ બ્લેક મેલ કરવાનો કામ વર્ષો થી કરતા આવ્યા છે. દારૂના અડ્ડાઓના વીડિયો વાયરલ કરી પોલીસ અને બુટલેગરોને બ્લેકમેલ કરનાર ડોંડા બંધુ અલ્પેશ અને લલિત ડોંડા આ કેસમા વોન્ટેડ છે. સોશિયલ મીડિયામા લખી પોલીસ અને બુટલેગરોને બ્લેક મેલ કરતા હતાં.
અત્રે ઉલેખનીય છે કે, ડોંડા બંધુઓ પહેલા પોલીસના બાતમીદાર હતા. કોરોનાકાળમાં મફતમાં માસ્ક સહિતની વસ્તુઓનું વિતરણ કરીને પોલીસની નજીક પહોંચી ગયાં હતાં. અગાઉ પણ એક શાળાના સંચાલકને બદનામ કરવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું. માત્ર આટલું જ નહિ પરંતુ, ડોડા બંધુઓ ગૌરક્ષકના નામથી સ્પા જઈને દર મહિને હપ્તો ઉઘરાવતા હતા. જે લોકો દર મહિને પૈસા નહીં આપે તે લોકોના સ્પામાં જઈને તોડફોડ પણ કરતા હતા.
સ્થાનિક વહીવટદાર અને સુરત શહેરના કેટલાક પોલીસ સ્ટેશનના વહીવટદારો આ લોકોની સાથે સંકળાયેલા છે. સ્પાના માલિકો પાસેથી ખંડણી પણ ઉધરાવવામાં માહેર છે. ભાજપનો ખેસ પહેરવાની સાથે સાથે હિન્દુ સંગઠનો સાથે જોડાઈને પોતાને સામાજિક કાર્યકર ગણાવતા ડોંડા બંધુઓ સામે સુરત પોલીસ શું કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.