2024: પંચાગ અનુસાર એક વર્ષમાં 4 નવરાત્રી આવે છે જેમાં ચૈત્ર, શારદીય નવરાત્રીની સાથે 2 ગુપ્ત નવરાત્રી હોય છે. બધી નવરાત્રીના 9 દિવસ મા આદ્યશક્તિની પૂજા કરવામાં આવે છે.
એક વર્ષમાં આવે છે 4 નવરાત્રી
આજથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રી
9 દિવસ ભૂલથી પણ ન કરતા આ કામો
હિંદૂ ધર્મમાં ઘણા તહેવારો ઉજવવામાં આવે છે જેમાંથી એક છે નવરાત્રી. પંચાગ અનુસાર એક વર્ષમાં 4 નવરાત્રી આવે છે જેમાં ચૈત્ર, શારદીય નવરાત્રીની સાથે 2 ગુપ્ત નવરાત્રી પણ હોય છે. બધી નવરાત્રીના 9 દિવસ જગત જનની મા આદ્યશક્તિની પૂજા કરવામાં આવે છે. હાલ માઘ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં ગુપ્ત નવરાત્રી આવે છે.શુભ મુહૂર્ત
વર્ષ 2024ની પહેલી નવરાત્રી ગુપ્ત નવરાત્રી આજે એટલે કે 10 જાન્યુઆરીથી શરૂ થવાની છે. ત્યાં જ તેનું સમાપન 18 ફેબ્રુઆરીએ થશે. પંચાંગ અનુસાર 10 ફેબ્રુઆરીએ સવારે 4.28 વાગ્યાથી 11 ફેબ્રુઆરી રાત 12.47 સુધી પ્રતિપદા તિથિ રહેશે. ઘટનાસ્થાનનું શુભ મુહૂર્ત 10 ફેબ્રુઆરી એટલે કે આજે 8.45 વાગ્યાથી સવારે 10.10 સુધી રહેશે. માતા દુર્ગાના ભક્ત આ 1 કલાક અને 25 મિનિટના સમયમાં ઘટસ્થાપના કરી શકે છે.
ગુપ્ત નવરાત્રિનું મહત્વ
ગુપ્ત નવરાત્રીના 9 દિવસ માતા દુર્ગાની કૃપા આપણા પર બની રહેશે. આ 9 દિવસોમાં તમે ગુપ્ત રીતે દેવીની પૂજા કરી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો. જે લોકો માતા દુર્ગાની વિધિ વિધાનથી પૂજાકરે છે. તેમના જીવનથી બધા કષ્ટ દૂર થઈ જાય છે અને સુખ-શાંતિનો વાસ થાય છે. આ 9 દિવસ તમારે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું નહીં તો માતા ભગવતી તમારાથી નારાજ થઈ શકે છે. આવો જાણીએ ગુપ્ત નવરાત્રીમાં શું ન કરવું જોઈએ.શું ન કરવું
ગુપ્ત નવરાત્રીના 9 દિવસ ખૂબ જ પવિત્ર હોય છે. આ દિવસોમાં ભૂલથી પણ તામસિક ભોજન જેમ કે માસ મદિરા, લસણ-ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.
ગુપ્ત નવરાત્રીના દિવસે કોઈ પણ નકારાત્મક વિચાર ન કરવા. કોઈ સાથે વિવાદ ન કરો. ક્રોધિત ન થાય અને કોઈની નિંદા ન કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.