ભીડમાંથી iPhone જેવા મોંઘા મોબાઇલ ચોરવા મહિને પગાર પર રાખતા હતા માણસો?

આ ગેંગ ગુજરાતના અલગ અલગ સ્થળો પરથી મોબાઇલની ચોરી કરતા હતાં. તેમના ગામમાં રહેતા શેખર મહાતો પાસે લોક ખોલાવી બાંગ્લાદેશ તેમજ નેપાળ ખાતે વેચી દેતા હતાં.

અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચે ચોરીના મોબાઇલ સાથે ઝારખંડની ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ભીડવાળી જગ્યાએથી નજર ચુકવીને મોંધા ફોન ચોરી કરતા હતાં. પોલીસે બંન્ને આરોપીઓ પાસેથી 58 મોબાઇલ ફોન કબ્જે કર્યા છે.

ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મુળ ઝારખંડના રહેવાસી અવિનાશકુમાર મહાતો અને શ્યામકુમાર કુરમી નામના બે આરોપીઓની ચોરીના મોબાઇલ સાથે ધરપકડ કરી છે. આ બંન્ને આરોપીઓ મૂળ ઝારખંડના છે અને મજુરી કામ કરે છે. ઝારખંડ જીલ્લાના સાહેબગંજ જીલ્લાની આજુબાજુના ગામડામાં યુવાનોને મોબાઇલ ચોરી કરવાની તાલીમ આપીને ચાર પાંચ યુવાનોની અલગ અલગ ટીમો બનાવતા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.