આપણું શરીર ભગવાને એ રીતે બનાવ્યું છેકે, તેમાં દરેક વસ્તુનું કોઈકને કોઈક બાબતમાં ખાસ મહત્ત્વ રહેતું છે. એટલું જ નહીં દરેક અંગ એકબીજાની સાથે જે રીતે કનેક્ટેડ છે એનું પરિણામ પણને રોજિંદી જિંદગીમાં જોવા મળતું હોય છે.
કહેવાય છે ને કે જો તમારું સ્વાસ્થ્ય સારું છે તો બધું જ સારું છે. આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખીએ છીએ પણ ઘણીવાર અમુક બાબતોને નંજર અંદાજ કરતા હોઈએ છીએ. આપણી જીવનશૈલી અને આપણી ખાણીપીણીના કારણે આપણું સ્વાસ્થ્ય બગડતું હોય છે. આ બધા વચ્ચે આપણી બોડી અમુક સિગ્નલ આપે છે જે સિગ્નલથી ખબર પડે છે કે, આપણી બોડી અસ્વસ્થ્ય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, આ સિગ્નથી તમને ખબર પડશે કે તમારી બોડી કેટલી અસ્વસ્થ છે.
આંખનો રંગ-તમે ક્યારેય પોતાની આંખને ધ્યાનથી જોઈ છે? શું તમે જાણો છો કે તમારી આંખો તમારા સ્વાસ્થ્ય બાબતે ઘણું બધુ કહી દે છે. આંખમાં રહેલો વ્હાઈટ ભાગના રંગથી ખબર પડે છે કે તમારું સ્વાસ્થ્ય કેટલું સારું છે.
– જો તમારી આંખો પીળી છે તો તેનો મતલબ છે કે તમારા લિવરમાં ઘણી પ્રોબ્લેમ્સ છે.
– જો તમારી આંખ વારંવાર લાલ થઈ જાય છે તે તેનો મતલબ છે કે તમારી આંખોમાં કોઈ પ્રકારનું ઈન્ફેક્શન છે.
– કોમ્પ્યૂટર પર વધારે સમય સુધી જોઈ રહેવાથી જો આંખની આસપાસ સોજો આવી જાય છે તો તેનો મતલબ છે કે આઈ સ્ટ્રેન થઈ શકે છે.
પેઢાનો કલર-
આપણા પેઢાનો રંગ આછા ગુલાબી કે ગુલાબી રંગના હોય છે. જો પેઢાનો કલર લાલ, કાળો અથવા પીળો થઈ જાય તો તેનો મતલબ છે તે તમારી સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે.
-પેઢાની આસપાસ લાલ રંગનો મતલબ છે કે, પેઢાની સેન્સિટિવીમાં કળતર થાય છે.
-કોઈ દવા તમે સતત ખાવ ત્યારે તેની પણ સાઈડ ઈફેક્ટ્સથી પેઢાનો રંગ ધીરે ધીરે કાળો થઈ જાય છે.
અચાનક વજન વધવું અથવા ઘટવું-
વજન ઘટવું સારી વાત છે પણ જો વજન વારંવાર ફ્લક્ચુએટ કરે છે તો તે ચિંતાની વાત હોય શકે છે. તેની પાછળ અમુક મુખ્ય કારણ જવાબદાર હોય શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.