કેન્દ્રીય કર્મચારીઓને ફેબ્રુઆરી મહિનાના અંત સુધી અથવા હોળીના તહેવાર પહેલા ખુશખબરી મળી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને અત્યારે 46 ટકાના દરે મોંઘવારી ભથ્થું (Dearness Allowance – DA)મળી રહ્યું છે. આ વખતે આશા કરવામાં આવી રહી છે કે સરકાર ફરી મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. જો તેમ થાય તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા થઈ જશે. કેન્દ્ર સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વખત વધારો કરે છે. જો સરકાર જાન્યુઆરીથી 4 ટકા ડીએ વધારે છે તો મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધી 50 ટકા થઈ જશે. જો સરકાર આ નિર્ણય કરે તો કર્મચારીઓના પગારમાં ઓછામાં ઓછો 9000 રૂપિયાનો વધારો થશેમોંઘવારી ભથ્થાનો નિયમ છે કે વર્ષ 2016માં જ્યારે સરકારે સાતમું પગાર પંચ લાગૂ કર્યું હતું તો તે સમયે મોંઘવારી ભથ્થું શૂન્ય કરી દીધુ હતું. નિયમો પ્રમાણે જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકા સુધી પહોંચી જશે તો તેને શૂન્ય કરી દેવામાં આવશે અને 50 ટકા પ્રમાણે કર્મચારીઓના ભથ્થા તરીકે જે પૈસા મળશે તે તેના બેસિક પગારમાં જોડી દેવામાં આવશે. જો કોઈ કર્મચારીનો બેસિક પગાર 18000 રૂપિયા છે તો તેને 50 ટકા ડીએના 9000 રૂપિયા મળશે. પરંતુ ડીએ 50 ટકા થવા પર તે બેસિક પગારમાં સામેલ થઈ જશે અને પછી મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશેમોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો નક્કી થઈ ગયો છે. માર્ચમાં કેન્દ્રીય કેબિનેટ તેને મંજૂરી આપશે. આ સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા થઈ જશે. તેને 1 જાન્યુઆરી 2024થી લાગૂ માનવામાં આવશે. નોંધનીય છે કે જુલાઈ 2021માં મોંઘવારી ભથ્થું 25 ટકા ક્રોસ થવા પર HRA માં ત્રણ ટકાનું રિવિઝન થયું હતું. તે સમયે HRA ની અપર લિમિટને 24 ટકાથી વધારી 27 ટકા કરવામાં આવી હતી. હવે મોંઘવારી ભથ્થું 50 ટકા થવા પર HRAમાં ફરી રિવિઝન થશે. તેમાં ત્રણ ટકાનો વધારો થશે. મેટ્રો શહેર એટલે કે X કેટેગરીવાળા શહેરોનું HRA વધી 30 ટકા થઈ જશે. આ શહેરોમાં નોકરી કરતા કર્મચારીઓને 30 ટકાના દરે હાઉસ રેન્ટ એલાઉન્સ મળશે. કેન્દ્ર સરકાર જલ્દી બાકી રહેલા ડીએ એરિયરના પૈસા પણ એકાઉન્ટમાં જમા કરી શકે છે, જેનાથી કર્મચારીઓને મોટી રકમ મળી શકે છે. સરકાર 18 મહિનાના બાકી ડીએ એરિયરની જાહેરાત કરી શકે છે. કોરોના વાયરસ સંક્રમણ કાળમાં સરકારે 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2024 સુધીના ડીએ એરિયરના પૈસા આપ્યા નથી, ત્યારબાદથી કર્મચારી વર્ગ સતત મહેનત કરી રહ્યો છે. કર્મચારીઓ સરકાર પાસે આ બાકી ડીએ એરિયરની માંગ પણ કરી રહ્યાં છે. જો સરકાર આ જાહેરાત કરે તો કર્મચારીઓના ખાતામાં 2 લાખથી વધુ રૂપિયા આવી શકે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.