બલાનું સુંદર કહેવાતું અમદાવાદના આ ફેમસ પિકનિક સ્પોટની ગ્રહદશા બગડી, ફરતા ઉંદરોની તસવીરો જોઈ અરેરાટી થશે

અમદાવાદના સૌથી જાણીતા એવા વસ્ત્રાપુર તળાવ- ગાર્ડનને રૂ. 5.15 કરોડના ખર્ચે રી ડેવલપમેન્ટ કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી વસ્ત્રાપુર તળાવનો વોક-વે ઉંદરો દ્વારા ખોદી નાખવામાં આવ્યો હતો. દીવાલો તૂટી ગઈ હતી અને એકદમ નઘીયાણી હાલતમાં તળાવ હતું. 20 વર્ષ જૂના વસ્ત્રાપુર તળાવને સુંદર બનાવવા માટે નાગરિકો દ્વારા પણ માગ ઉઠી રહી હતી. જેના પગલે તળાવને રીડેવલોપમેન્ટ કરવાનુ આયોજન કરાયુ હતુ, જે બાદ હવે કામગીરી હાથ પર લેવામાં આવી છે. લાંબા સમયથી દિવાલો જર્જરીત બની ગઈ હતી. તેમજ વિશાળ ઉંદરો દ્વારા ઠેર ઠેર દિવાલોમાં ગાબડા પાડી દેવાયા હતા. પરીણામે દૈનિક આવતા મુલાકાતીઓમાં કચવાટ જોવા મળ્યો હતો. AMC દ્વારા શહેરના બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુરના તળાવના રીડેવલપમેન્ટનો નિર્ણય કરવામાં આવ્યો છે. તળાવના ડેવલપમેન્ટ અંતર્ગત વોકવે, ગઝેબો, તળાવની પાળ સહીતના વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવશે.  નોંધનીય છે કે, 20 વર્ષ પહેલા આ તળાવના સ્થાને વિશાળ ઝુપડપટ્ટી હતી, જ્યાં ઔડા દ્વારા આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કવિ નરસિંહ મહેતાના નામ સાથે જોડાયેલુ આ તળવા શહેરના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં આવેલુ હોવાથી તેના પર સૌની નજર વધુ રહે છે. ત્યારે હવે એએમસી દ્વારા આ તળાવના પુનઃ વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. 1. તૂટેલા ગઝેબોને નવા બનાવવામાં આવશે. 2. વોકવેની ફરતે ઉંડી દિવાલ બનાવવામાં આવશે, જેથી ઉંદેરોથી થતુ નુંકશાન અટકાવી શકાય. 3. વોકવે ની નીચે ટેકનીકલ સમાધાન રૂપે કાચના સ્તર બનાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં થનારા નુંકશાનને અટકાવી શકાય. 4. અન્ય જરૂરીયાત મુજબનુ સમારકામ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.