કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે દરવાજા બંધ કરી દેશે? સવાલ ઉભો થવા પાછળ આ કારણ જવાબદાર

  • જેઓ કેનેડા જવાનું સપનું જોઈ રહ્યા છે તેમની ચિંતામાં વધારો થઈ શકે તેવી વિગતો સામે આવી છે, જેમાં કેનેડાના 2023ના અંતિમ ત્રિમાસિક દરમિયાન જે વિઝા અરજીઓ મંજૂર કરાઈ છે તેમાં 2022ની સરખામણીમાં ઘટાડો કરાયો છે.અમદાવાદઃ પંજાબ અને ગુજરાતના યુવાનો કે જેમની સંખ્યા કેનેડામાં ઘણી મોટી છે તેવામાં હવે જેઓ કેનેડા જવાનો પ્લાન બનાવી રહ્યા છે તેમને કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે. કેનેડા અને ભારતના સંબંધોમાં ખટરાગ આવ્યા પછી કેનેડા ધીમે-ધીમે ભારતથી જતા વિદ્યાર્થીઓ માટે દરવાજા બંધ કરી રહ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આમ કરવાથી કેનેડાને પોતાને પણ ફટકો પડશે તેમ છતાં કેનેડાની સરકાર દ્વારા લેવાઈ રહેલા નિર્ણય ઘણાં યુવાનોને નિરાશ કરી શકે છે. રિપોર્ટ્સ મુજબ તાજેતરમાં કેનેડા ઈમિગ્રેશનના આંકડા જાહેર કરાયા છે તેના કારણે આ સવાલ ઉભો થયો છે.કેનેડા ઈમિગ્રેશન, રેફ્યુજી અને સિટિઝનશિપની કામગીરી સંભાળતા વિભાગ દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ ઓક્ટોબર-ડિસેમ્બર 2023ના સમયગાળામાં કેનેડાએ 69,203 વિઝા અરજીઓ મંજૂર કરી છે જેની સામે વર્ષ 2022માં આ ગાળા દરમિયાનનો આંકડો 1.19 લાખ હતો. આમ વિઝા અરજીઓની પ્રક્રિયામાં 42 ટકાનો ઘટાડો નોંધાયો છે.હાલ જે કેનેડા સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેની સીધી અસર ભારતથી કેનેડા જવા માગતા લોકો અને વિદ્યાર્થીઓ પર પણ પડી રહી છે. ઉપર જે સમયગાળો દર્શાવ્યો તે દરમિયાન રિપોર્ટ્સ મુજબ 15 ટકાનો ઘટાડો થયો છે. જોકે, તેના પર કેનેડાના હાઈકમાન્ડ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.નોંધનીય છે કે, કેનેડા દ્વારા ત્યાં ધમધમતી યુનિવર્સિટીઓ અને રહેવાની વ્યવસ્થા સહિતના મુદ્દે વાત કરીને પોતાના ત્યાં આવતા ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સની સંખ્યા ઘટાડવાની જાહેરાત પણ કરી હતી. જોકે, આમ થવાથી જેઓ કેનેડામાં છે તેમના માટે નોકરીની તકો વધવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે.અગાઉ કેનેડા સરકારે પોતાના દેશમાં આવવા માગતા યુવાનો પર કાપ મૂકવામાંનો નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે વર્ષ 2023માં 5,60,000 વિઝા જારી કરવામાં આવ્યા હતા જેને ઘટાડીને હવે 2024 માટે 3,64,000 સ્ટૂડન્ટ્સને સ્ટડી પરમિટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ વિઝા નિયંત્રણનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની સીધી અસર ગુજરાતથી કેનેડા જવા માગતા યુવાનો પર પડી શકે છે.રિપોર્ટ્સ અનુસાર ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં જે 5,60,000 સ્ટડી પરમિટ આપવામાં આવી હતી તેના પર મોટો કાપ મૂકીને હવે તે આંકડો ઘટાડીને 3,64,000 કરવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે માર્ક મિલર કહે છે કે, આ નિયંત્રણ બે વર્ષ સુધી અમલમાં રહેશે. 2025માં મળવાપાત્ર વિઝા અંગે આ વર્ષના અંતમાં નિર્ણય લેવાઈ શકે છે.જોકે, કેનેડામાં ચૂંટણી હોવાથી હજુ પણ ત્યાની સ્થાનિક પ્રજાને ધ્યાનમાં રાખીને કેટલાક નિર્ણયો લેવામાં આવી શકે છે. કારણ કે સ્ટૂડન્ટ્સની સંખ્યા અને તેમની નોકરીની જરુરિયાતની સીધી અસર મૂળ કેનેડાના લોકો પર પણ પડી રહી હોવાની ચર્ચાઓ ચૂંટણી ટાણે થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.