પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાત દિવસીય અમેરિકા પ્રવાસે પહોંચી ગયા છે. આ પ્રવાસે લોકોની જે કાર્યક્રમ પર નજર છે, તે છે ટેક્સાસના હ્યુસ્ટનમાં થનારો હાઉડી મોદી કાર્યક્રમ. આ કાર્યક્રમમાં ભાગ લેવા PM મોદી હ્યુસ્ટન પહોંચી ગયા હતા, જ્યાં એરપોર્ટ પર અમેરિકાના અધિકારીઓ અને નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
પરંતુ આ સ્વાગત દરમિયાન એક એવી ઘટના બની હતી, જેના લોકો ચારેબાજુ વખાણ કરી રહ્યા છે. સ્વચ્છતા રાખવાનું હંમેશાં કહેતા PM નરેન્દ્ર મોદીએ અમેરિકાની ધરતી પરણ પણ સંદેશો આપ્યો હતો.
વાત એવી છે કે, જ્યારે PM નરેન્દ્ર મોદી હ્યુસ્ટન પહોંચ્યા હતા, ત્યારે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા વેપાર અને આંતરરાષ્ટ્રીય મામલાના ડિરેક્ટર ક્રિસ્ટફર ઓલ્સન, અમેરિકન એમ્બેસડર કેનેથ જસ્ટરની સાથે અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન શ્રંગલા પણ પહોંચ્યા હતા. આ દરમિયાન એક મહિલા અધિકારીએ PM નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે ગુલદસ્તો આપ્યો હતો.
આ ગુલદસ્તામાંથી એક ફૂલની ડાળી નીચે જમીન પર પડી ગઇ હતી. જેવી PMની નજર તે ડાળી પર ગઇ પોતે જ ઉઠાવીને તેમણે પોતાની સહયોગીને આપી દીધી હતી. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને દુનિયાભરમાં આના વખાણ થઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.