Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવ ફરી ઉચકાયા, એક તોલાનો ભાવ થયો આટલો

અમદાવાદમાં સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. આજે સોનાનો ભાવ 62,790 રૂપિયાએ પહોંચ્યો છે. જ્યારે ચાંદીના ભાવ વધીને 75,700 રૂપિયા નોંધાયો છે.અમદાવાદ: ઇન્ટરનેશનલ ગોલ્ડ રેટ ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવમાં વધ-ઘટ થતા તેની સીધી અસર ભારતમાં સોના-ચાંદીના માર્કેટ પર પડે છે. જેના લીધે આજે અમદાવાદમાં સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આજે બુધવારે સોનાનું માર્કેટ તેજી સાથે ખુલતા જ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જો તમે આજે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ પહેલા જાણી લો આજનો સોના-ચાંદીનો ભાવ.અમદાવાદમાં ચાલી રહેલા સોનાના ભાવ વિશે વાત કરવામાં આવે તો સોનાનો ભાવ 62,790 રૂપિયાએ પહોંચ્યો છે. જે ગઈકાલના ભાવ કરતા વધુ છે. જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે. એટલે કે આજે ચાંદીના ભાવ વધીને 75,700 રૂપિયા નોંધાયો છે.બીજી તરફ આજનો 22 કેરેટ સોનાનો ભાવ રાજકોટમાં 57,650 રૂપિયા અને સુરતમાં 57,650 રૂપિયા નોંધાયો છે. જે ગઈકાલના ભાવ કરતા પ્રમાણમાં વધુ છે. જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો રાજકોટ અને સુરતમાં ચાંદીનો ભાવ વધીને 75,700 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે.સોનાની મિલોમાં વેતન, જકાત ડ્યુટી, રાજ્ય કર, પરિવહન ખર્ચ, GST જેવા વિવિધ પરિબળોને કારણે સોનાની કિંમત દરેક દુકાને બદલાઈ શકે છે. અમે શહેરમાં સામાન્ય કિંમત આપી રહ્યા છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.