જોબની શોધમાં ભારતીય યુવાનો રશિયાના વોર ઝોનમાં કેમ ફસાઈ ગયા? ષડયંત્રનો પર્દાફાશ

Indian youth stranded in Russia: ભારતના યુવાનોને સારી જોબની લાલચમાં રશિયા ખેંચી લાવીને જોખમી કામમાં જોતરી દેવાનું ષડયંત્ર ચાલે છે. ભારત, દુબઈ અને રશિયામાં રહેલા કેટલાક ઓપરેટરો આ ષડયંત્રમાં સામેલ છે. ભારતના ઘણા યુવાનો વોર ઝોનમાં ફસાઈ ગયા છે અને તેમને સૈન્યની કામગીરીમાં લગાવી દેવાયા છે જેથી તેમના પર જીવનું જોખમ છે.

હાઈલાઈટ્સ:

  • વિદેશી રિક્રુટર્સ ભારતીય યુવાનોને રશિયામાં સારી જોબની લાલચ આપે છે
  • રશિયા પહોંચ્યા પછી તેમને ગમે તેમ કરીને યુદ્ધના કામમાં જોતરી દેવાય છે
  • વિદેશમાં ફસાઈ ગયેલા યુવાનોએ ભારત સરકાર પાસે મદદની વિનંતી Indian youth stranded in Russia: વિદેશમાં જોબની લાલચે ભારતીય યુવાનો ગમે તે કરવા તૈયાર થઈ જાય છે અને તેમાં ઘણા યુવાનો જોખમી પરિસ્થિતિમાં ફસાઈ જાય છે. તાજેતરમાં તેલંગણાનો એક યુવાન રશિયામાં સારી જોબની આશાએ ગયો હતો, પરંતુ ત્યાં તે વોરઝોનમાં ફસાઈ ગયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે જે એરિયામાં યુદ્ધ ચાલે છે ત્યાં યુવાનો ફસાઈ જાય છે, તેમને મિલિટરીમાં જોડી દેવાય છે અને તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. યુવાનોને આવા ખતરનાક એરિયામાં મોકલવાનું કામ કોણ કરે છે? ઈન્ટરનેટ પર એવા ઘણા લોકો છે જે યુવાનોને ડેન્ઝર ઝોનમાં ખેંચી લાવવા માટે રિક્રુટરનું કામ કરે છે. તેમાં કેટલા યુટ્યૂબના વ્લોગર પણ છે.બાબા નામનો એક Vlogger આવા જ કામો કરે છે. તે રશિયામાં સારા પગારની આકર્ષક જોબની ખોટી ખોટી વાતો કરીને યુવકોને ભ્રમિત કરે છે. કેટલાક યુવાનો બાબાની વાતમાં આવીને રશિયા જાય છે અને ત્યાં તેમને સેનામાં ભરતી કરી દેવાય છે. તેથી તેમની જિંદગી નરક બની જાય છે. વાસ્તવમાં યુક્રેન- રશિયાની બોર્ડરનો એરિયા વોર ઝોન છે અને ત્યાં ક્યારે શું થશે તે કહી શકાતું નથી. પરંતુ કેટલાક ભારતીયોને તો રશિયન આર્મીમાં જોબ અપાવવાના નામે પણ આકર્ષવામાં આવે છે.કેટલાક ભારતીય યુવાનોને રશિયામાં સિક્યોરિટી ઓફિસરની જોબની લાલચ આપીને ડિસેમ્બર 2023માં મોસ્કો લઈ જવાયા હતા. બાબા નામના વ્લોગરના હેલ્પરોએ આ કામ કર્યું હતું. તેમણે ભારતીય યુવાનોને રશિયામાં એન્ટ્રી અપાવી હતી. હવે આવા બે યુવાનોએ એક વિડીયોમાં જણાવ્યું છે કે તેઓ ખતરનાક વિસ્તારમાં ફસાઈ ગયા છે અને ત્યાંથી પરત ભારત આવવું છે. તેઓ ભારત સરકારની સતત મદદ માગી રહ્યા છે. બીજા એક વિડિયોમાં પઠાણ નામનો વ્લોગર ભારતીયોને રશિયા ન આવવા સલાહ આપે છે.આવા એક યુવાન પાસે નોકરીનો કોન્ટ્રાક્ટ છે જે રશિયન ભાષામાં છે અને તેમાં સ્પષ્ટ લખેલું છે કે તે પ્રાઈવેટ જોબ કરે છે. બાબા નામનો વ્લોગર પોતાના Vlog પર લખે છે કે તમારે રશિયા આવીને સીધી આર્મીમાં જોબ કરવાની છે. તમારે ક્યાંય લડવાનું નથી. તમારે ક્યાંય બંદુક પણ ઉઠાવવાની નથી. રશિયન આર્મીમાં જોબ એકદમ સુરક્ષિત છે.

    જોકે, બીજા વ્લોગરે લખ્યું છે કે અહીં યુદ્ધ ચાલે છે અને કોઈ વ્યક્તિ સુરક્ષિત નથી. કેટલાક રિક્રુટર્સ ભારતથી લોકોને ગેરમાર્ગે દોરીને રશિયા મોકલે છે અને તેમને જોખમી પરિસ્થિતિમાં મૂકે છે.હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઔવેસીનું કહેવું છે કે તેમની જાણકારી પ્રમાણે ઓછામાં ઓછા 12 યુવાનોને રશિયામાં જોબના નામે લલચાવવામાં આવ્યા છે અને હવે તેમને યુદ્ધના મોરચે ધકેલી દેવાયા છે. તેમાં તેલંગણાના બે યુવાન, કલાબુર્ગીના બે યુવાન, ગુજરાતના ત્રણ યુવાન, કાશ્મીરના બે યુવાન અને ઉત્તર પ્રદેશનો એક યુવાન સામેલ છે. આ યુવાનોને એક રિક્રુટિંગ એજન્સી દ્વારા કામ પર રાખવામાં આવે છે. ફૈઝલ ખાન નામનો એક એજન્ટ દુબઈથી ઓપરેટ કરે છે અને બાબા વ્લોગ્સના નામે યુટ્યૂબ ચેનલ ચલાવે છે. બીજા બે ઓપરેટરો- સુફિયાન અને પૂજા મુંબઈથી ઓપરેટ કરે છે અને યુવાનોને વિદેશમાં જોબ અપાવવાના નામે રશિયા પહોંચાડે છે. આ ઉપરાંત રમેશ અને મોઈન નામના બે એજન્ટો રશિયાથી કામ કરે છે. ભારતીય યુવાનો આ એજન્ટોની વાતમાં આવીને જોખમમાં ફસાઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.