Dwarka Signature Bridge : 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી દ્વારકાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન કરશે, તે પહેલા બ્રિજના સ્ટ્રક્ચરલ એન્જિનિયર આનંદ શાહે આ બ્રિજની ખાસિયતની માહિતી Dwarka To Bet Dwarka હિતેન વિઠલાણી/અમદાવાદ : ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ: દ્વારકાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજને 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકાશે. હવે ₹ 978 કરોડના ખર્ચે આ ‘સિગ્નેચર બ્રીજ’ બનીને તૈયાર થઈ ગયો છે. ઓખાથી બેટદ્વારકા વચ્ચે 2320 મીટરની લંબાઈના આ સિગ્નેચર બ્રિજનું નિર્માણ કાર્ય પૂરુ થઈ ગયું છે. ત્યારે PM મોદી દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. દ્વારકામાં તારીખ 24-25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી જગતમંદિરે દર્શન કરી રાત્રિરોકાણ કરશે. આ માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અરબી સમુદ્ર પર બનેલો આ પુલ ખુલ્લો મુકવાથી લોકો દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે રોડ માર્ગે મુસાફરી કરી શકાશે. ત્યારે આ સિગ્નેચર બ્રિજની ખાસિયતો પર એક નજર કરવા જેવી છે. બ્રિજને સિગ્નેચર બ્રિજ નામ કેમ આપવામાં આવ્યુ છે તેની એક ખાસિયત છે. કુલ 2300 મીટર (2.3 કિમી) લાંબો પુલ છે. જેમાં કેબલ સ્ટેડ પાર્ટની લંબાઈ 900 મીટર છે. સિગ્નેચર બ્રિજ 27 મીટર પહોળો છે. જેમાં 4 લેન વાહનોનો પુલ બંને બાજુએ 2.5 મીટર સાઇડ પેડેસ્ટ્રિયન કોરિડોર છે. જેમાં લોકો ચાલતા ચાલતા જઈ શકે છે. બ્રિજના સ્ટ્રક્ચરલ એન્જિનિયર આનંદ શાહે આ બ્રિજની ખાસિયતની માહિતી આપી છે. 1) કેબલ સ્ટેડ બ્રિજનો 500 મીટરનો મુખ્ય સ્પાન અને દરેક બાજુ 200 મીટરનો સ્પાન છે. તેથી કુલ લંબાઈ 900 મીટર છે. 150 મીટર ઊંચા વળાંકવાળા રેખાના આકારના સ્તંભો જે મુખ્ય 500 મીટરની લંબાઈનો ભાર લે છે. મુખ્ય 500 મીટરનો સ્પેન સમુદ્રના પાણીની સપાટીથી 18 મીટર ઊંચો છે. જે જહાજોને પુલ નીચેથી પસાર થવા દે છે
2) જ્યારે કન્સેપ્ટયુલાઇઝ્ડ અને ડિઝાઈન કરવામાં આવ્યું હતું, ત્યારે 500 મીટરનો મુખ્ય સ્પાન 2017માં ભારતમાં સૌથી મોટો કેબલ સ્ટેન્ડ ક્લિયર સ્પાન હતો અને પછી ટેન્ડર ફ્લોટ કરવામાં આવ્યા હત
6) કેબલ સ્ટેડના 500 મીટરના મુખ્ય ગાળામાં ઉર્જા અવક્ષય માટે વિશિષ્ટ ડેમ્પર્સની જોગવાઈ છે, જે કંપન / હલનચલન નિયંત્રિત કરવા માટે છે
7) બંને બાજુના 2.5 મીટર સાઇડ પેડેસ્ટ્રિયન કોરિડોર પર ખાસ ડિઝાઇન
8) સાઇડ પેડેસ્ટ્રિયન કોરિડોર પર પથ્થરના સ્લેબ પર ગીતા જ્ઞાન કોતરણી, ધાર્મિક માહિતીનું કોતરકામ કોતરણી પ્રદર્શન
9) ઈકો ફ્રેન્ડલી મરીન બ્રિજ – 1 મેગાવોટ સોલાર પ્લાન્ટનું આયોજન અને સાઇડ પેડેસ્ટ્રિયન કોરિડોરની છત પર સ્થાપિત કરવામાં આવ્યું છે. જેથી પુલ પોતાના ઉપયોગ માટે વીજળીનું ઉત્પાદન કરશે અને નજીકના સરકારી ગ્રીડને વધારાની વીજળી આપશે
10) 4 થાંભલા સ્થાનો પર 2.5 મીટર પહોળા સાઇડ પેડેસ્ટ્રિયન કોરિડોરમાંથી બહાર નીકળતી કેન્ટીલીવર વ્યુ ગેલેરીઓ
11) કેબલ સ્ટેડ બ્રિજના બંને મુખ્ય સ્તંભો પર ૩ પરિમાણીય લેસર હોલોગ્રાફ
12) પેડેસ્ટ્રિયન કોરિડોરની બાજુઓ પર સુશોભિત સ્ટીલ રેલિંગ અને પ્રોજેક્ટ
13) ઓખા બાજુ તરફ 24000 ચોરસ મીટર પાર્કિંગ વિસ્તાર, બેટ દ્વારકા બાજુ 16000 ચોરસ મીટર મુખ્ય અને 1400 ચોરસ મીટર V VIP પા
14) બ્રિજના મધ્યમાં અને તમામ જંકશન/ટ્રાફિક આઇલેન્ડ પર ઝાડવા છોડ
બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પૂર્વે તારીખ 24 ફેબ્રુઆરીના રાત્રિના સમયે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રે રોકાણ કરશે. જ્યારે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે હવાઈ માર્ગે આવી પહોંચ્યા બાદ જામનગર શહેરના દીગજામ સર્કલથી સર્કિટ હાઉ સુધીના લાલબંગલા સર્કલ સુધીના માર્ગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું અભિનંદન ઝીલશે. બદલાઈ શકે છે બ્રિજનું નામ
બેટદ્વારકા વચ્ચે નવો બનાવવામાં આવેલ સિગ્નેચર બ્રિજનું નામ બદલીને સુદર્શન સેતુ રાખવામાં આવે તેવી શક્યતા છે. ઓખા બેટ દ્વારકાને જોડતો આ બ્રિજનું નામ રમણ દ્વીપ અથવા કૃષ્ણ સેતુ સહિતનાં અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપ જિલ્લા પ્રમુખ મયુર ગઢવી દ્વારા પોસ્ટરમાં સિગ્નેચર બ્રિજની જગ્યાએ સુદર્શન સેતુ નામનો ઉલ્લેખ કરાયો છે. સિગ્નેચર બ્રિજના નામને લઈને અનેક લોકોએ નામ બદલવાની માંગ ઉઠી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.