મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં થશે. આ ફંક્શન 1 થી 3 માર્ચ સુધી ચાલશે. આ ફંકશનમાં ભાગ લેવા માટે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મોટી હસ્તીઓ આવી રહી છે. રીહાના અને અરિજીત સિંહ ફંક્શનમાં ધૂમ મચાવશે. માર્ક ઝકરબર્ગ અને બિલ ગેટ્સ જેવી મોટી હસ્તીઓ પણ મહેમાન બનશે.રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે. 1 થી 3 માર્ચ દરમિયાન પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં મોટી હસ્તીઓ હાજરી આપશે. મહેમાનોની લિસ્ટમાં વિશ્વના કેટલાક સૌથી પ્રભાવશાળી લોકોનો સમાવેશ થાય છે, જેમાં અબજોપતિઓ, મોટી કંપનીઓના સીઈઓ, ટેક જાયન્ટ્સ અને બોલિવુડ સેલિબ્રિટી અને સ્પોર્ટ્સ સ્ટાર્સનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ સુપરસ્ટાર રિહાના તેના હિટ ગીતો પરફોર્મ કરશે. આ સિવાય કોણ કોણ હાજર રહેશે તેના માટે જુઓ લિસ્ટ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.