હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા 2 માર્ચ એટલે કે શનિવારે ક્યાં કેવું માવઠું થઈ શકે છે તે અંગેની આગાહી કરવામાં આવી છે. માવઠા સાથે પવનની ગતિ રહેવાથી તેમણે ખેડૂતોને નુકસાન થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.અમદાવાદઃ ગુજરાતમાં 2 માર્ચના દિવસે જે માવઠું થવાની આગાહી છે તે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. તેમણે આ આગાહી સાથે માવઠું કયા ભાગોમાં થઈ શકે છે તેની કેવી અસરો રહેશે અને પવનની ગતિ કેવી રહી શકે છે તે અંગે વાત કરી છે. પરેશ ગોસ્વામીએ આ માવઠાના કારણે ખેડૂતોને નુકસાન થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. નોંધનીય છે કે અગાઉ તેમણે ખેડૂતોને માવઠાથી પાકને થનારા નુકસાનથી બચવા માટેની સલાહ આપી હતી. જે તૈયાર પાક ખેતરમાં હોય તેને વ્યવસ્થિત જગ્યા પર મૂકવા માટેની સલાહ આપી હતી.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે, શુક્રવારે મોડી રાતથી રાજ્ય પરથી એક અસ્થિરતા પસાર થવાની સંભાવનાઓ છે. હાલ રાજ્યમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઘાટાં વાદળો જોવા મળી રહ્યા છે.
શુક્રવારની રાત અને શનિવારની સવારના સમયે કચ્છ અને ઉત્તર ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ પરેશ ગોસ્વામી વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે તેમણે કેટલાક ભાગોમાં તીવ્ર માવઠાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.