પૂર્વી દિલ્હીથી ભાજપના સાંસદ ગૌતમ ગંભીર આ વખતે લોકસભા ચૂંટણી નહીં લડે. તેમના ટ્વિટથી એ વાતનો ઈશારો કરી દીધો છે. આ જ કારણ છે કે, તેમણે રાજકીય
દાયિત્વોમાંથી આઝાદ થવાની અપીલ કરી છે.નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે એક મોટો નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા છે. ગૌતમ ગંભીરે રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ વખતે લોકસભા ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે, તે ક્રિકેટના કારણે પોતાની રાજકીય જવાબદારીઓમાંથી આઝાદ થવા માગે છે. તેમણે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને કર્તવ્યમાંથી મુક્ત કરવાની ભલામણ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.